Dwarka: ભાણવડના બરડા ડુંગરમાં સિંહ-દીપડાની પજવણીને લઇ ઉઠ્યા સવાલ, જૂઓ Video
દ્વારકાના ભાણવડ નજીકના બરડા ડુંગરમાં સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા સાત વીરડા પાસે સિંહ કોર્ડન કરી રાખવામાં આવ્યા છે ત્યાં ફોરેસ્ટ વિભાગ સિવાય અન્ય લોકોને મંજૂરી નથી છતાં પ્રતિબંધ વિસ્તારમાં યુવાનની એન્ટ્રી કેવી રીતે થઇ તેને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.આમ તો સિંહને ગુજરાતનું ગૌરવ કહેવામાં આવે છે, પરંતુ પર્યટકો અને સ્થાનિક લોકો ઘણીવાર ભાન ભૂલીને અમાનવીય વર્તન કરી બેસતા હોય છે. સિંહની પજવણીના વીડિયો અવારનવાર સામે આવે છે. ત્યારે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટીખળખોર તત્વો સિંહને હેરાન કરી રહ્યા છે. વીડિયો ઉતારવાની પરમિશન પર પણ સવાલ ઉઠી રહ્યા છે.ગુજરાતમાં ગીરના જંગલમાં અવારનવાર સિંહોના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતા રહે છે. જેમાં લોકો સિંહની પજવણી કરતાં પણ જોવા મળે છે. એવામાં ભાણવડ નજીકના બરડા ડુંગરમાં સિંહ અને દિપડાની પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. સિંહ અને દિપડાની પજવણીનો વીડિયો ભાણવડ નજીક સાત વીરડાનો હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા સાત વીરડા પાસે સિંહ કોર્ડન કરી રાખવામાં આવ્યા છે ત્યાં ફોરેસ્ટ વિભાગ સિવાય અન્ય લોકોને મંજૂરી નથી છતાં વીડિયો વાયરસ કરવાને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રતિબંધ વિસ્તારમાં આ યુવાનને અંદર એન્ટ્રી કોણે આપી અને વીડિયો ઉતારવાની પરમિશન કોણે આપી તે પણ એક સવાલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકાના ભાણવડ નજીકના બરડા ડુંગરમાં સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા સાત વીરડા પાસે સિંહ કોર્ડન કરી રાખવામાં આવ્યા છે ત્યાં ફોરેસ્ટ વિભાગ સિવાય અન્ય લોકોને મંજૂરી નથી છતાં પ્રતિબંધ વિસ્તારમાં યુવાનની એન્ટ્રી કેવી રીતે થઇ તેને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આમ તો સિંહને ગુજરાતનું ગૌરવ કહેવામાં આવે છે, પરંતુ પર્યટકો અને સ્થાનિક લોકો ઘણીવાર ભાન ભૂલીને અમાનવીય વર્તન કરી બેસતા હોય છે. સિંહની પજવણીના વીડિયો અવારનવાર સામે આવે છે. ત્યારે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટીખળખોર તત્વો સિંહને હેરાન કરી રહ્યા છે. વીડિયો ઉતારવાની પરમિશન પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
ગુજરાતમાં ગીરના જંગલમાં અવારનવાર સિંહોના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતા રહે છે. જેમાં લોકો સિંહની પજવણી કરતાં પણ જોવા મળે છે. એવામાં ભાણવડ નજીકના બરડા ડુંગરમાં સિંહ અને દિપડાની પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. સિંહ અને દિપડાની પજવણીનો વીડિયો ભાણવડ નજીક સાત વીરડાનો હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા સાત વીરડા પાસે સિંહ કોર્ડન કરી રાખવામાં આવ્યા છે ત્યાં ફોરેસ્ટ વિભાગ સિવાય અન્ય લોકોને મંજૂરી નથી છતાં વીડિયો વાયરસ કરવાને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રતિબંધ વિસ્તારમાં આ યુવાનને અંદર એન્ટ્રી કોણે આપી અને વીડિયો ઉતારવાની પરમિશન કોણે આપી તે પણ એક સવાલ છે.