Dwarka પાસે અકસ્માતની ઘટના, મૃતકોના પરિવારજનોને ચૂકવાઈ 24 લાખની સહાયની રકમ
થોડા દિવસો પહેલા દ્વારકા પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા ગાંધીનગર જિલ્લાના 6 લોકોના પરિવારને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાય ચૂકવવામાં આવી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૃતકોના પરિજનોને ચેક આપ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મૃતકોના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના પલસાણા ગામના 4 લોકોના મૃત્યુ થયા હતા, તેમના પરિવારને રૂપિયા 16 લાખની સહાય ચૂકવવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના ટીંટોડા ગામના 2 લોકોના મૃત્યુ થયા હતા, તેમના પરિવારજનોને રૂપિયા 8 લાખની સહાય ચૂકવાઈ છે. આ સાથે જ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ સરકાર દ્વારા રૂપિયા 50-50 હજારની સહાય ચૂકવવામાં આવી છે અને કૂલ 4 ઈજાગ્રસ્તોને રૂપિયા 2 લાખની સહાય ચુકવવામાં આવી છે. 28 સપ્ટેમ્બરે સર્જાયો હતો ભયાનક અકસ્માત તમને જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાની આસપાસ દ્વારકા પાસે એક મોટો અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. બસ, કાર અને બાઈક સહિત 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બનાવની જાણ થતા જ તાત્કાલિક રાજ્ય મંત્રી મુળુ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકોના નામ 1. હેતલબેન અર્જુનભાઈ ઠાકોર 2. પ્રિયાંશી મહેશભાઈ ઠાકોર ઉ 3. તાન્યા અર્જુન ઠાકોર ઉંમર 4. હિમાંશુ કિશનજી ઠાકોર ઉંમર 5. વિરેન કિશનજી ઠાકુર 6. ચિરાગભાઈ બરડીયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
થોડા દિવસો પહેલા દ્વારકા પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા ગાંધીનગર જિલ્લાના 6 લોકોના પરિવારને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૃતકોના પરિજનોને ચેક આપ્યા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મૃતકોના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના પલસાણા ગામના 4 લોકોના મૃત્યુ થયા હતા, તેમના પરિવારને રૂપિયા 16 લાખની સહાય ચૂકવવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના ટીંટોડા ગામના 2 લોકોના મૃત્યુ થયા હતા, તેમના પરિવારજનોને રૂપિયા 8 લાખની સહાય ચૂકવાઈ છે. આ સાથે જ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ સરકાર દ્વારા રૂપિયા 50-50 હજારની સહાય ચૂકવવામાં આવી છે અને કૂલ 4 ઈજાગ્રસ્તોને રૂપિયા 2 લાખની સહાય ચુકવવામાં આવી છે.
28 સપ્ટેમ્બરે સર્જાયો હતો ભયાનક અકસ્માત
તમને જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાની આસપાસ દ્વારકા પાસે એક મોટો અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. બસ, કાર અને બાઈક સહિત 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બનાવની જાણ થતા જ તાત્કાલિક રાજ્ય મંત્રી મુળુ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
મૃતકોના નામ
1. હેતલબેન અર્જુનભાઈ ઠાકોર
2. પ્રિયાંશી મહેશભાઈ ઠાકોર ઉ
3. તાન્યા અર્જુન ઠાકોર ઉંમર
4. હિમાંશુ કિશનજી ઠાકોર ઉંમર
5. વિરેન કિશનજી ઠાકુર
6. ચિરાગભાઈ બરડીયા