Dwarka : જામ ખંભાળીયામાં 27 કિલો ગૌમાંસ ઝડપાયું, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

Jul 26, 2025 - 22:30
Dwarka : જામ ખંભાળીયામાં 27 કિલો ગૌમાંસ ઝડપાયું, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાં 27 કિલો જેટલું ગૌમાંસ અને અવશેષો પોલીસે ઝડપી પાડયા છે. એનિમલ કેર દ્વારા સલાયા રોડ પર એક્સેસ સ્કુટરમાં સવાર પતિ-પત્નીને રોકીને પોલીસે તપાસ કરતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે. સલાયાના બંને મુસ્લિમ પતિ-પત્ની આરોપીને જામ ખંભાળિયા પોલીસ મથકે લાવવામાં આવ્યા અને પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા ભાણવડના સેવક દેવળીયા ગામેથી ગૌમાતાના શંકાસ્પદ અવશેષો મળી આવ્યા છે.

ગૌમાંસ મળી આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ

તમને જણાવી દઈએ કે પોલીસે ગૌમાંસ અને અવશેષો સાથે એક મુસ્લિમ મહિલા તેમજ 5 મુસ્લિમ શખ્સ સહિત કુલ 6 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસ દ્વારા ગૌમાંસ અને અવશેષો અવાવરૂ જગ્યાએ ખાડો ખોદી દાટી દેવામાં આવ્યા છે. હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગૌમાંસ મળી આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હિન્દુ સંગઠનો દ્વારા આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. 

ગેરકાયદે ચાલતા કુટણખાનાનો પર્દાફાશ

બીજી તરફ દ્વારકામાં રહેણાંક વિસ્તારમાંથી પોલીસે ગેરકાયદે ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે બાતમીના આધારે નરસંગ ટેકરી વિસ્તારમાં દરોડા પાડ્યો હતો. ભગવાન કૃષ્ણની નગરી યાત્રાધામ દ્વારકામાં દેહ વ્યાપારનો કાળો કારોબાર દ્વારકા પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં છુપી રીતે છેલ્લા ઘણા સમયથી દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો, જેની જાણ દ્વારકા પોલીસને થતા તે સ્થળ પર રેડ કરી એક મહિલા અને એક કિન્નરને ઝડપી લેવામાં આવ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0