Dwarka News : દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર, જગત મંદિરમાં આગામી 15 તારીખ સુધી દર્શનના સમયમાં થયો વધારો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળી અને નવા વર્ષના પવિત્ર તહેવારોની મોસમમાં જગત મંદિર દ્વારકા ખાતે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ શાંતિથી અને વધુ સમય માટે ભગવાન શ્રીજીના દર્શનનો લ્હાવો લઈ શકે તે હેતુસર દ્વારકા જગત મંદિરમાં આગામી 15/11/2026 સુધી દર્શનના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. પુજારી પરિવાર અને મંદિર વહીવટી તંત્ર દ્વારા સંયુક્તપણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે અને તેઓ ઉત્સાહપૂર્વક દર્શન કરી શકે.
બપોર બાદ મંદિર સાંજે 5 ના બદલે 4 વાગ્યે ખુલશે
નવા સમયપત્રક મુજબ, આગામી 15 તારીખ સુધી દરરોજ સવારે મંગળા આરતી સવારે 6:30 કલાકે સંપન્ન થશે. આ ઉપરાંત, બપોરના સમયે વિરામ બાદ મંદિર ખૂલવાના સમયમાં પણ મોટો બદલાવ કરાયો છે, જેમાં હવે સાંજે 5 વાગ્યાને બદલે બપોરે 4 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી વહેલા દર્શને આવતા ભક્તોને લાંબો સમય રાહ જોવી ન પડે. જોકે, આ ફેરફાર સિવાયના અન્ય તમામ દર્શન અને આરતીના નિત્યક્રમો રાબેતા મુજબ અગાઉની જેમ જ ચાલુ રહેશે.
વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન
મંદિરના આ નિર્ણયને કારણે દ્વારકાધામ પધારતા હરિભક્તો અને શ્રદ્ધાળુઓમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારોના દિવસોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાથી દર્શન વ્યવસ્થા વધુ સરળ અને સુવ્યવસ્થિત બની છે. લાખો ભક્તો સુખરૂપ અને દિવ્ય માહોલમાં કાળિયા ઠાકોરના ચરણોમાં શીશ ઝૂકીને ધન્યતા અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad News : દીપડાની યાદમાં સોસાયટીનું મેમોરિયલ! ઘુમામાં રહીશોએ અપનાવી અનોખી પહેલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

