Dwarka News : કલ્યાણપુરમાં મિત્રએ જ મિત્રને પથ્થરના ઘા ઝિંકીને પતાવી દીધો, પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાંખ્યો

Apr 8, 2026 - 12:00
Dwarka News :  કલ્યાણપુરમાં મિત્રએ જ મિત્રને પથ્થરના ઘા ઝિંકીને પતાવી દીધો, પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાંખ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવભૂમિ દ્વારકા તાલુકાના લાંબા ગામના તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવવા માટે મોટો ખુલાસો સામે આવ્યો છે. આ યુવાનનું ડૂબી જવાથી મોત નથી થયું પરંતુ તેની હત્યા કરી દેવામાં આવી છે. આ યુવકની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યો છે.

તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના લાંબા ગામના તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની તપાસ કરતાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત નથી થયું પરંતુ તેની હત્યા કરી દેવામાં આવી હતી. સંતોષ કુમાર ગ્વાલ નામના યુવાનને તળાવમાં ધક્કો મારી પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની વિગતો જાણવા મળી છે. આરોપી રામ નરેશ સાકેતે તેના મિત્ર સંતોષ કુમાર ગ્વાલને નાશ્તો કરવા લઈ જવાના બહાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પૈસાની લેતી દેતીમાં બબાલ થઈ હતી

સુત્રોના જણાવ્યા પ્રમાણે પૈસાની લેતી દેતીમાં સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ એક મિત્રએ અદાવત રાખીને બીજા મિત્રની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાંખી છે. કલ્યાણપુર પોલીસે સમગ્ર બાબતે ઝડપથી તપાસ કરતા સમગ્ર મામલે મોટો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ગણતરીના કલાકમાં આખો કેસ ઉકેલી નાંખ્યો હતો. આરોપી રામનરેશ સાકેતને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Amreli News: સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 કલાકમાં ભૂકંપના સાત આંચકા આવ્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0