Dwarka, પોરબંદર અને જામનગરમાં ખેડૂતો પર PGVCLની રેડ: ઇસુદાન ગઢવીના ભાજપ સરકાર પર આકરા પ્રહાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં દુષ્કાળની સ્થિતિ છે. હાલ ખેડૂતોના ખાતામાં નાણાં નથી; ન તો મોસમ આવી છે કે ન તો શિયાળુ પિયત થવાનું છે, છતાં ચારે બાજુથી ઉઘરાણીવાળાના ફોન આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારે આપેલું લોલીપોપ હજુ ખાતામાં જમા નથી થયું અને તે પાછું લઈ લેવાનું ભાજપ સરકારે નક્કી કર્યું છે.
મફત વીજળીનો મુદ્દો અને નેતાઓનું મૌન
દેવભૂમિ દ્વારકાથી મળેલા ફોનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે પોલીસને થાંભલામાં કામે લગાડીને ખેડૂતો પર PGVCL ની રેડો કરાવાય છે. ખેતરમાં પાણી કે સિંચાઈની વ્યવસ્થા ન હોવા છતાં ઘર કે વાડીના બિલ પર લાખ-દોઢ લાખનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ઇસુદાન ગઢવીએ 2022ની ચૂંટણી યાદ કરાવતાં કહ્યું કે જો 'આપ' ની સરકાર બની હોત તો ખેડૂતોને વીજળી મફત હોત અને બે મહિનામાં 600 યુનિટ વીજળી મળત, જે પંજાબમાં ખેડૂતો અને 90% નાગરિકોને મળી રહી છે.
જામ ખંભાળિયા PGVCL કચેરીએ એકત્ર થવા અપીલ
તેમણે કટાક્ષ કર્યો કે પંચાયતથી લઈને મુખ્યમંત્રી સુધી ભાજપના હોવા છતાં વીજ બિલ મામલે કોઈ બોલતું નથી અને નેતાઓ માત્ર ચૂંટણીમાં જ દેખાય છે. આગેવાનોએ જણાવ્યું કે જેમને બિલ આવ્યા છે તેઓ મંગળવારે સવારે 11 વાગ્યે જામ ખંભાળિયા PGVCL કચેરીએ ભેગા થાય, જ્યાં જિલ્લા પ્રમુખ રામજીભાઈ, વીરુભાઈ આહિર અને રૂઘાભાઈ આંબલિયા સહિતના આગેવાનો ન્યાય અપાવવા સાથે રહેશે. તેમણે ખેડૂતોને હિંમત ન હારવા, ચૂંટણીમાં ભાજપને મત ન આપવાના સોગંધ લેવા અને મત કાપવા ઊભી કરાતી અન્ય પાર્ટીઓથી જાગૃત રહી એક થવા અપીલ કરી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

