Dwarkaમા નાતાલના મીની વેકેશનને લઈ ભકતોનું ઉમટયું ઘોડાપૂર, દર્શન માટે લાગી લાઈનો

Dec 29, 2024 - 13:00
Dwarkaમા નાતાલના મીની વેકેશનને લઈ ભકતોનું ઉમટયું ઘોડાપૂર, દર્શન માટે લાગી લાઈનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનનાં આખરી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે પરંતુ ગોમતી ઘાટ પાસે લોકોને દર્શન કરવામાં ભારે હાલાકી પડી રહી છે,ભકતો દર્શન કરવા માટે ઉમટી રહ્યાં છે ત્યારે બજારની બહાર સુધી ભકતો લાઈનમાં ઉભા રહ્યાં છે,એક કિમી કરતા પણ વધારેની લાઈનો જોવા મળી રહી છે.

ગોમતી ઘાટ પર લોકો ઉમટયા

વર્ષ 2024ના વર્ષને છેલ્લા ગણતરીના દિવસો બાકી હોય અને નાતાલ મીની વેકેશન પૂર્ણ થવાના આરે હોય ત્યારે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો યાત્રાધામ દ્વારકામાં ઉમટ્યા છે ત્યારે ગોમતી નદી સામે આવેલ પૌરાણિક તિર્થ સ્થાનો પર જવા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો કારણે કે ગોમતી ઘાટ પાસે આવેલ સુદામા સેતુ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી ગોમતી ઘાટ સામે કાઠે મંદિરે દર્શનાર્થે જવા માટે લોકો જોખમી રીતે બાળકો સાથે નદી પાર કરી રહ્યા છે તેવામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવો સ્થાનિકોમાં સવાલો ઉભા થયા છે.


જોખમી રીતે બ્રિજ કરે છે પાર

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના બાદ દ્વારકા સ્થાનિક તંત્ર દ્વારા ગોમતી ઘાટ પાસે આવેલ સુદામા સેતુ બ્રિજ લોકોની સુરક્ષા માટે બંધ કર્યા હતો પરંતુ બ્રિજ પર નીયમો અમલ થતા હોય એવું કશું દેખાતું નથી કારણે કે મોટા નેતાઓ અને VIP લોકો તેમજ સરકારી ઈવેન્ટ દરમિયાન બ્રિજ ખોલવામાં આવે છે તો શું માત્રને માત્ર સામાન્ય લોકો માટે નિયમો બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.ત્યારે તંત્રની બેવડી નીતિથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને જોખમી રીતે ગોમતી નદી પાર કરી સામે કાંઠે આવેલા મંદિરે દર્શન કરવા જવા માટે લોકો મજબૂર બન્યા છે જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે જોકે દ્વારકા આવતા લોકોએ સુદામા સેતુ બ્રિજ ખોલવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0