Dwarkaમાં 24 કુંજ પક્ષીઓનો થયો શિકાર, શિકારીઓ ઘટના સ્થળે શિકાર મૂકી ફરાર
દ્વારકામાં 24 કુંજ પક્ષીઓનો શિકાર કરાયો હોવાની વાત સામે આવી છે જેમાં ભીમગજા તળાવ પાસે કુંજ પક્ષીઓનો શિકાર કરવામાં આવ્યો છે,વનવિભાગની ટીમ પહોંચે તે પહેલા શિકારીઓ ફરાર થઈ ગયા હતા અને કુંજ પક્ષીઓનો શિકાર કરી તેમને ત્યાં જ મૂકી દેવાયા હતા,તો બીજી તરફ વન વિભાગની પોલીસની ટીમે શિકારીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ભીમગજા તળાવ પાસે બની ઘટના દ્વારકા તાલુકામાં આવેલ ભીમગજા તળાવ પાસે 24 કુંજ પક્ષીઓનો શિકારીઓએ શિકાર કર્યાની ઘટના સામે આવી છે,દ્વારકાના નાગેશ્વર ગામ પાસે આવેલ ભીમગજા તળાવ પાસે આ ઘટના બની હતી જેમાં દ્વારકા વન વિભાગને બનાવની જાણ થતાં વન વિભાગ પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં શિકારીઓ રીક્ષામાં 24 કુંજ પક્ષીઓ છોડી ફરાર થઇ ગયા હતી,પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને શોધવાની કામગીરી હાથધરી છે અને સીસીટીવી પણ જપ્ત કર્યા છે. વન વિભાગ મુજબ બને છે ગુનો રેન્જ ફોરેસ્ટ ઓફિસર કચેરી મરીન નેશનલ પાર્ક દ્વારકા દ્વારા અનેક વખત ભૂતકાળમાં કુંજ પક્ષીઓ સહિતના અનેક વિદેશી પક્ષીઓનો શિકાર કરતા ઈસમોને ઝડપી પાડી અને અનેક વખત જાહેરમાં સૂચનાઓ પણ આપી છે અને કુંજ પક્ષીને પકડવા, મારવા, જાળમાં ફસાવવા, અથવા તેવો પ્રયત્ન કરવો તેમજ તેના માંસનું વેચાણ કરવું કે ખરીદી કરવી એ વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ - 1972 મુજબ ગુનો બને છે. શિયાળામાં આવે છે કુંજ પક્ષી દર વર્ષે શિયાળા દરમિયાન લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ગુજરાત પહોંચે છે. ચાલુ વર્ષે પણ હજારો-લાખોની સંખ્યામાં પક્ષીઓ રાજ્યનાં અલગ-અલગ વૅટલૅન્ડ ખાતે પહોંચી ગયાં છે.આ યાયાવરો મોટાભાગે મધ્યએશિયાનો ઉડ્ડયનમાર્ગ ખેડીને ગુજરાત પહોંચતાં હોય છે અને ઉનાળો શરૂ થતાં તેમના વતન તરફ જવા માટે રવાના થતાં હોય છે.યાયાવરોની એક પ્રજાતિ ક્રેન છે. તેની ભારતીય ઉપજાતિ સારસ માટે કહેવાય છે કે તે જીવનમાં માત્ર એક જ વિજાતીય પાત્ર સાથે સંબંધ બાંધે છે અને તેમની પ્રણયક્રીડા જોનારને આશ્ચર્ય પમાડે તેવી રોચક હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકામાં 24 કુંજ પક્ષીઓનો શિકાર કરાયો હોવાની વાત સામે આવી છે જેમાં ભીમગજા તળાવ પાસે કુંજ પક્ષીઓનો શિકાર કરવામાં આવ્યો છે,વનવિભાગની ટીમ પહોંચે તે પહેલા શિકારીઓ ફરાર થઈ ગયા હતા અને કુંજ પક્ષીઓનો શિકાર કરી તેમને ત્યાં જ મૂકી દેવાયા હતા,તો બીજી તરફ વન વિભાગની પોલીસની ટીમે શિકારીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ભીમગજા તળાવ પાસે બની ઘટના
દ્વારકા તાલુકામાં આવેલ ભીમગજા તળાવ પાસે 24 કુંજ પક્ષીઓનો શિકારીઓએ શિકાર કર્યાની ઘટના સામે આવી છે,દ્વારકાના નાગેશ્વર ગામ પાસે આવેલ ભીમગજા તળાવ પાસે આ ઘટના બની હતી જેમાં દ્વારકા વન વિભાગને બનાવની જાણ થતાં વન વિભાગ પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં શિકારીઓ રીક્ષામાં 24 કુંજ પક્ષીઓ છોડી ફરાર થઇ ગયા હતી,પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને શોધવાની કામગીરી હાથધરી છે અને સીસીટીવી પણ જપ્ત કર્યા છે.
વન વિભાગ મુજબ બને છે ગુનો
રેન્જ ફોરેસ્ટ ઓફિસર કચેરી મરીન નેશનલ પાર્ક દ્વારકા દ્વારા અનેક વખત ભૂતકાળમાં કુંજ પક્ષીઓ સહિતના અનેક વિદેશી પક્ષીઓનો શિકાર કરતા ઈસમોને ઝડપી પાડી અને અનેક વખત જાહેરમાં સૂચનાઓ પણ આપી છે અને કુંજ પક્ષીને પકડવા, મારવા, જાળમાં ફસાવવા, અથવા તેવો પ્રયત્ન કરવો તેમજ તેના માંસનું વેચાણ કરવું કે ખરીદી કરવી એ વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ - 1972 મુજબ ગુનો બને છે.
શિયાળામાં આવે છે કુંજ પક્ષી
દર વર્ષે શિયાળા દરમિયાન લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ગુજરાત પહોંચે છે. ચાલુ વર્ષે પણ હજારો-લાખોની સંખ્યામાં પક્ષીઓ રાજ્યનાં અલગ-અલગ વૅટલૅન્ડ ખાતે પહોંચી ગયાં છે.આ યાયાવરો મોટાભાગે મધ્યએશિયાનો ઉડ્ડયનમાર્ગ ખેડીને ગુજરાત પહોંચતાં હોય છે અને ઉનાળો શરૂ થતાં તેમના વતન તરફ જવા માટે રવાના થતાં હોય છે.યાયાવરોની એક પ્રજાતિ ક્રેન છે. તેની ભારતીય ઉપજાતિ સારસ માટે કહેવાય છે કે તે જીવનમાં માત્ર એક જ વિજાતીય પાત્ર સાથે સંબંધ બાંધે છે અને તેમની પ્રણયક્રીડા જોનારને આશ્ચર્ય પમાડે તેવી રોચક હોય છે.