Dwarkaમાં અષાઢી બીજની પરંપરાગત ઉજવણી, શ્રીજીના બાળ સ્વરૂપે કરો દર્શન

જગત મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા ચાંદીના રથમાં બિરાજમાન છે દ્વારકાધીશ ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાઇ દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ અષાઢી બીજની પરંપરાગત ઉજવણી કરાઇ છે. જેમાં ચાંદીના રથમાં બિરાજમાન શ્રીજીના ઉત્સવ સ્વરૂપની ભાવિકોની ઉપસ્થિતિમાં ચાર પરિક્રમા યોજાશે. દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ રોજ સાંજે 5:૦૦ થી 7:૦૦ સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂપની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા શ્રીજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડીને દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવશે. મંદિર પરિસરમાં પૂજારી પરિવાર સાથે આયોજિત રથયાત્રા મહોત્સવમાં હજારો ભાવિકો જોડાશે. નિજમંદિર સામેના દેવકી મંદિર નજીકનાં સ્તંભ સાથે રથને અથડાવી સચરાચર વર્ષાની કામના કરાશે. આકાશમાં વાદળો બંધાય છે અને ઠેરઠેર સારો વરસાદ પણ પડે છે આ અંગે વધુ વાત કરતા પૂજારીએ જણાવ્યું હતું કે, ‘ચોથી પરિક્રમા પૂરી થયાં પછી ભગવાનના રથને દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલા દેવકી માતાના મંદિર પાસેના સ્તંભ સાથે અથડાવવામાં આવે છે.’ બીજી તરફ એવી પણ માન્યતા છે કે, ભગવાનના બાળ સ્વરૂપના રથને સ્તંભ સાથે અથડાવતા આકાશમાં વાદળો બંધાય છે અને ઠેરઠેર સારો વરસાદ પણ પડે છે.

Dwarkaમાં અષાઢી બીજની પરંપરાગત ઉજવણી, શ્રીજીના બાળ સ્વરૂપે કરો દર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જગત મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
  • ચાંદીના રથમાં બિરાજમાન છે દ્વારકાધીશ
  • ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાઇ

દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ અષાઢી બીજની પરંપરાગત ઉજવણી કરાઇ છે. જેમાં ચાંદીના રથમાં બિરાજમાન શ્રીજીના ઉત્સવ સ્વરૂપની ભાવિકોની ઉપસ્થિતિમાં ચાર પરિક્રમા યોજાશે. દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ રોજ સાંજે 5:૦૦ થી 7:૦૦ સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂપની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા

શ્રીજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડીને દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવશે. મંદિર પરિસરમાં પૂજારી પરિવાર સાથે આયોજિત રથયાત્રા મહોત્સવમાં હજારો ભાવિકો જોડાશે. નિજમંદિર સામેના દેવકી મંદિર નજીકનાં સ્તંભ સાથે રથને અથડાવી સચરાચર વર્ષાની કામના કરાશે.


આકાશમાં વાદળો બંધાય છે અને ઠેરઠેર સારો વરસાદ પણ પડે છે

આ અંગે વધુ વાત કરતા પૂજારીએ જણાવ્યું હતું કે, ‘ચોથી પરિક્રમા પૂરી થયાં પછી ભગવાનના રથને દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલા દેવકી માતાના મંદિર પાસેના સ્તંભ સાથે અથડાવવામાં આવે છે.’ બીજી તરફ એવી પણ માન્યતા છે કે, ભગવાનના બાળ સ્વરૂપના રથને સ્તંભ સાથે અથડાવતા આકાશમાં વાદળો બંધાય છે અને ઠેરઠેર સારો વરસાદ પણ પડે છે.