Amreli: જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
રોડ સેફ્ટિ કાઉન્સિલના ચેરમેન અજય દહિયા હાજર રહ્યા બેઠકની સમીક્ષા સાથે રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા જરુર જણાય ત્યાં રિસર્ફેસીંગની કામગીરી હાથ ધરવા માટે સૂચના અમરેલી જિલ્લા કલેક્ટર અને રોડ સેફ્ટિ કાઉન્સિલના ચેરમેન અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરેલ. અમરેલી જિલ્લા કલેક્ટરે, જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે સમિતિને માર્ગદર્શન અને દિશાનિર્દેશનો આપેલ. લોકોની સલામતી માટે પગલાં લીધા નેશનલ હાઇવે-માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયતને તેમજ નગરપાલિકા અમરેલી સહિતના સભ્યોને માર્ગ સલામતી માટેના કાર્ય સતત ચાલુ રાખવા માટે સૂચન કરેલ. અમરેલી જિલ્લા કલેક્ટર માર્ગ સુરક્ષા સલામતિ સમિતિના સભ્યોને તેમને સંબંધિત ક્ષેત્રોમાં માર્ગ સલામતી માટેની કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ બાદ માર્ગોમાં સર્વે કરી જરુર જણાય ત્યાં રિસર્ફેસીંગની કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. અમરેલી જિલ્લામાં નંબર પ્લેટ વગર પરિવહન કરતા ડમ્પરના ચાલકોને દંડ કરી અને નંબર પ્લેટ લગાડવા માટે ઝુંબેશ સ્વરુપે કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હતી. જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં અમરેલી કલેકટરે જિલ્લાની તમામ નગરપાલિકાઓના વિસ્તારમાં આવતા માર્ગોની નિયમિત રુપે સફાઈ થાય તે સુનિશ્ચિત કરવા અને તે અંગેની કાર્યવાહીનો સમિતિને રિપોર્ટ કરવા માટે સૂચના આપેલ છે. જિલ્લાના જે માર્ગો પર પશુઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યાં નગરપાલિકા અને ટ્રાફિક પોલીસને જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં, એ.આર.ટી.ઓ પઢિયાર દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ક્રેશ બેરિયરની કામગીરી, સાઇનેઝ, અકસ્માતની સંભાવના વધુ રહેતી હોય તેવા માર્ગો પર સફેદ પટ્ટા લગાડવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ. જિલ્લા કલેક્ટરે જિલ્લામાં રોડ સેફ્ટીને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની સમીક્ષા કરી જરુરી સૂચનો કરેલ. અમરેલી નગરના શહેરી વિસ્તારમાંથી પસાર થતા મહત્ત્વના રોડ પર આવતી સોસાયટીના એપ્રોચ રોડ પર અંદરની તરફ સ્પીડ બ્રેકર મૂકવાનું સૂચન જિલ્લા કલેક્ટરે સૂચન કર્યુ હતુ. આ બેઠકમાં અમરેલી એ.આર.ટી.ઓ. પઢિયાર, માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, નેશનલ હાઇવે ઓથોરિટી, નગરપાલિકા અમરેલીના પ્રતિનિધિ સહિતના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રોડ સેફ્ટિ કાઉન્સિલના ચેરમેન અજય દહિયા હાજર રહ્યા
- બેઠકની સમીક્ષા સાથે રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા
- જરુર જણાય ત્યાં રિસર્ફેસીંગની કામગીરી હાથ ધરવા માટે સૂચના
અમરેલી જિલ્લા કલેક્ટર અને રોડ સેફ્ટિ કાઉન્સિલના ચેરમેન અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરેલ. અમરેલી જિલ્લા કલેક્ટરે, જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે સમિતિને માર્ગદર્શન અને દિશાનિર્દેશનો આપેલ.
લોકોની સલામતી માટે પગલાં લીધા
નેશનલ હાઇવે-માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયતને તેમજ નગરપાલિકા અમરેલી સહિતના સભ્યોને માર્ગ સલામતી માટેના કાર્ય સતત ચાલુ રાખવા માટે સૂચન કરેલ. અમરેલી જિલ્લા કલેક્ટર માર્ગ સુરક્ષા સલામતિ સમિતિના સભ્યોને તેમને સંબંધિત ક્ષેત્રોમાં માર્ગ સલામતી માટેની કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ બાદ માર્ગોમાં સર્વે કરી જરુર જણાય ત્યાં રિસર્ફેસીંગની કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. અમરેલી જિલ્લામાં નંબર પ્લેટ વગર પરિવહન કરતા ડમ્પરના ચાલકોને દંડ કરી અને નંબર પ્લેટ લગાડવા માટે ઝુંબેશ સ્વરુપે કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હતી.
જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
અમરેલી કલેકટરે જિલ્લાની તમામ નગરપાલિકાઓના વિસ્તારમાં આવતા માર્ગોની નિયમિત રુપે સફાઈ થાય તે સુનિશ્ચિત કરવા અને તે અંગેની કાર્યવાહીનો સમિતિને રિપોર્ટ કરવા માટે સૂચના આપેલ છે. જિલ્લાના જે માર્ગો પર પશુઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યાં નગરપાલિકા અને ટ્રાફિક પોલીસને જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં, એ.આર.ટી.ઓ પઢિયાર દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ક્રેશ બેરિયરની કામગીરી, સાઇનેઝ, અકસ્માતની સંભાવના વધુ રહેતી હોય તેવા માર્ગો પર સફેદ પટ્ટા લગાડવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ.
જિલ્લા કલેક્ટરે જિલ્લામાં રોડ સેફ્ટીને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની સમીક્ષા કરી જરુરી સૂચનો કરેલ. અમરેલી નગરના શહેરી વિસ્તારમાંથી પસાર થતા મહત્ત્વના રોડ પર આવતી સોસાયટીના એપ્રોચ રોડ પર અંદરની તરફ સ્પીડ બ્રેકર મૂકવાનું સૂચન જિલ્લા કલેક્ટરે સૂચન કર્યુ હતુ. આ બેઠકમાં અમરેલી એ.આર.ટી.ઓ. પઢિયાર, માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, નેશનલ હાઇવે ઓથોરિટી, નગરપાલિકા અમરેલીના પ્રતિનિધિ સહિતના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.