Diu: દીવમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, પાવર કટ થતાં પ્રવાસીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં

May 31, 2026 - 08:30
Diu: દીવમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, પાવર કટ થતાં પ્રવાસીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંઘપ્રદેશ દીવમાં આજે વહેલી સવારથી જ પ્રકૃતિનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી પાટનગર દીવ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાચી સાબિત થઈ છે. સવારના સમયે આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી.

પહેલા જ વરસાદમાં વીજ કંપની ફેલ

દીવમાં પ્રવાસીઓ અને સ્થાનિકો વરસાદની મજા માણી રહ્યા હતા, ત્યાં જ વીજ વિભાગની અણઆવડત સામે આવી હતી. વરસાદના ટીપાં પડવાની સાથે જ ટાપુના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. કલાકો સુધી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત ન થવાના કારણે સ્થાનિક રહીશો અને હોટલોમાં રોકાયેલા પર્યટકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી માહોલમાં વીજળી ડૂલ થવાના કારણે તંત્ર સામે લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

બાફારાના કારણે જનજીવન તોબા પોકારી ગયું

છેલ્લા ઘણા દિવસોથી દીવમાં અસહ્ય ગરમી અને તીવ્ર બાફારાના કારણે જનજીવન તોબા પોકારી ગયું હતું, તેવામાં સવારના વરસાદે લોકોને થોડી રાહત ચોક્કસ આપી છે. પરંતુ, હવામાનના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ ચોમાસાનો સત્તાવાર વરસાદ ન હોવાથી વરસાદ બંધ થયા બાદ હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જશે. જેને કારણે આગામી દિવસોમાં ગરમી અને અસહ્ય ઉકળાટમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે, જેને લઈને ટાપુવાસીઓમાં ચિંતાનો માહોલ છે.

આ પણ વાંચો: Bhuj: પથ્થરમારાની ઘટના બાદ પોલીસે PGVCLને સાથે રાખી 13 મકાનોના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપ્યા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0