Dhrangadhra: પાટીદાર સમાજના 29મા સમૂહ લગ્નોત્સવમાં 49 નવદંપતીનાં પ્રભુતામાં પગલાં

Feb 8, 2025 - 00:30
Dhrangadhra: પાટીદાર સમાજના 29મા સમૂહ લગ્નોત્સવમાં 49 નવદંપતીનાં પ્રભુતામાં પગલાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રા ઉમિયા કેળવણી મંડળ અને નવલગઢ કડવા પાટીદાર સમાજના સંયુક્ત આયોજનથી ઉમા સંકુલ ધ્રાંગધ્રામાં યોજાયેલ 29 માં સમૂહલગ્નમાં 49 નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડયા હતા.આ પ્રસંગે ઉમા શંકુલની બાળા-બાળકોએ સાંસ્કુતિક કાર્યક્રમમાં સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આગેવાનોએ સમાજના દીકરા દિકરીઓના સમુહલગ્નમાં લગ્ન થાય એવી હાકલ પણ કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર સમુહલગ્નથી દીકરા દીકરીનો પરિવાર ઓછા ખર્ચે લગ્ન કરી શકે અને પાટીદાર સમાજના વિવિધ પરિવારમાં ભાઈચારો અને એકતાની ભાવના કેળવાય એ માટે ધ્રાંગધ્રા પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્નની શરૂઆત કરી હતી.ત્યાર બાદ પાટીદાર સમાજની પ્રેરણા લઈ અન્ય સમાજે પણ પહેલ કરી હતી.ત્યારે ધ્રાંગધ્રા ઉમા સંકુલમાં ઉમિયા કેળવણી મંડળ અને નવલગઢ ગામના કડવા પાટીદાર સમાજના યજમાન સ્થાને આયોજીત સમૂહલગ્નમાં 49 દંપતી જોડાયા હતા. અહી ઉમા શંકુલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. આ પ્રસંગે પ્રભુચરણદાસ બાપુ, સમૂહલગ્નના પ્રમુખ જશરાજદાદા,ઉમા સંકુલ પ્રમુખ મુકેશભાઈ પટેલ,પાટીદાર ભામાશા હીરાબાપા, સરદાર ગ્રુપ પટેલ પ્રમુખ મહેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ ઓમેક્ષ, હસુભાઈ પટેલ, ઉમિયા કેળવણી મંડળના પ્રમુખ કાનજીભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, નંદલાલ, હળવદ એપીએમસીના ચેરમેન રજનીભાઈ પટેલ સહિત પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજના આગેવાનોએ સમૂહલગ્નથી પાટીદાર સમાજમાં એકતા જળવાઈ રહે એ માટે સંકોચ કે શરમ વગર મોટી સંખ્યામાં પરિવાર સમૂહલગ્નમાં જોડાય એવી અપીલ કરી હતી. નવલગઢ નાના એવા ગામની ટીમે સમૂહલગ્નને સફ્ળ બનાવ્યા હતા અને અવસરનું સફ્ળ સંચાલન વિનુભાઈ પટેલની ટીમે કર્યું હતું.

પ્રમુખે સમાજને અનોખો સંદેશ પાઠવ્યો

ઉમા સંકુલના પ્રમુખ મુકેશભાઈ પટેલે લોકો ઉત્સાહભેર સમૂહલગ્નમાં સંકોચ કે શરમ વગર જોડાય એ માટે પોતાની દીકરીના લગ્ન સમૂહલગ્નમાં કરી સમગ્ર સમૂહલગ્નોત્સવનો ખર્ચ પણ પોતે ઉઠાવી સમાજને અનોખો સંદેશો પાઠવ્યો હતો.

અગ્રણીઓએ દીકરા-દીકરીઓનો ઉત્સાહ વધાર્યો

સમૂહલગ્ન પ્રસંગે ઉમા સંકુલના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અલગ અલગ કળાઓ રજૂ કરી હતી. આ તમામ ભાગ લેનારા છાત્ર - છાત્રાઓને પાંચસો, હજાર રૂપિયાથી માંડી મહેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ તો પાંચ પાંચ હજાર રૂપિયા આપી પ્રોત્સાહિત કર્યા હતા. જેથી બીજા છાત્રો પણ આવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા પ્રેરણા લે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0