Dholka: વટામણ કન્યા શાળાની જમીન પરથી ગેરકાયદે પાકા દબાણોને દૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધોળકા તાલુકાના વટામણ ગામની કન્યા પ્રાથમિક શાળાની જમીન પરના ગેરકાયદે બાંધકામ સામે SMC દ્વારા નોંધાયેલા આક્ષેપો અને અરજીના આધારે તા.24મીએ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વટામણ કન્યા શાળાની સત્તાવાર જમીન પર કમલેશભાઈ હેમુભાઈ વેગડા દ્વારા પ્લોટ કરાયો હતો. તેમજ ધરમશીભાઈ મકવાણા દ્વારા એક પાકી ઓરડી અને વિજયભાઈ ભુપતભાઈ સોલંકી દ્વારા બે પાકી ઓરડી તથા દિવાલ ચણીને જમીન પર દબાણ કરાયું હતું. આ અંગે શાળાના SMC સભ્યો દ્વારા કાર્યવાહી કરવા લેખિત અરજી કરાઈ હતી. આ અરજીના અનુસંધાને ધોળકા મામલતદારના માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફ્સિર, તલાટી મંત્રી, સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યોએ હાજર રહીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું.
What's Your Reaction?






