Dholka: જમીન વિવાદમાં ખેડૂતને મારી નાખવાની ધમકી આપીને જમીન પરની વાડમાં તોડફોડ કરાઈ

Jul 6, 2025 - 03:30
Dholka: જમીન વિવાદમાં ખેડૂતને મારી નાખવાની ધમકી આપીને જમીન પરની વાડમાં તોડફોડ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના મુંજપુર ગામમાં ખેતર ખેતી માટે લેવાયેલી કાયદેસર જમીનના વિવાદમાં અનુસૂચિત જાતિના ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચારની લાગણી પ્રસરી જવા પામી છે.

આ મામલે ચાંદખેડાના રહેવાસી ખેડૂત હર્ષદકુમાર કલાભાઈ મકવાણાએ ધોળકા ડીવાયએસપીને લેખિતમાં ફરિયાદ આપી છે અને કડક પગલાની માંગ કરી છે. હર્ષદભાઈ મકવાણાએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે મુંજપુર ગામે સર્વે નં. 111 (જુનો સર્વે નં. 257, બ્લોક નં. 64) જમીન રૂ. 51 લાખના દસ્તાવેજથી ખરીદેલી છે. માપણી બાદ ખેતરની આસપાસ તાર ફેન્સીંગ કરાવ્યું હતું. પરંતુ તારીખ 25/03/2025ના રોજ અને ત્યારબાદ રાત્રે 26/03/2025ના રોજ ખાનપુરના સરપંચ અનિલભાઈ ધનાભાઈ ભરવાડ તથા ગેલાભાઈ કરમણભાઈ ભરવાડ અને સંગ્રામભાઈ ભોજાભાઈ ભરવાડ તમામ રહે. ખાનપુર, તા. ધોળકા જી. અમદાવાદ દ્વારા તાર ફેન્સિંગ વાડને તોડી પાડવામાં આવી હતી. આ ઘટના સમયે શૈલેષભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ પણ હાજર હતા. ફેન્સીંગ તોડતી વખતે આરોપીઓએ ખેડૂતને જાતિ વિષયક અપમાનજનક અપશબ્દો બોલી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ તમામ લોકોએ ભેગા મળી અમારા ખેતરની તાર ફેન્સીંગની વાડ તોડી નાખી આશરે રૂ. 60,000નું નુકસાન કર્યાનો ખેડૂત દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. તેમજ તમામ ઈસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદમાં માંગ કરી છે. ત્યારે પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0