Dholka: ચલોડા ગામે SOGના દરોડા, 5.3 કિલો પોષડોડા સાથે 65 વર્ષીય વૃદ્ધ ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે ધોળકા તાલુકાના ચલોડા ગામે સફળ દરોડો પાડી નશાકારક માદક પદાર્થ પોષડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે.
પોષડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદ ગ્રામ્ય SOGને મળેલી બાતમીના આધારે ચલોડા ગામે રહેતા કિરીટભાઈ ઉર્ફે મફતભાઈ ચુનીભાઈ પટેલ (ઉં.વ. 65) ના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી અંદાજે 5.329 કિલોગ્રામ વજનના નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ એટલે કે પોષડોડા મળી આવ્યા હતા.
મુદ્દામાલ અને પોલીસ કાર્યવાહી
પોલીસે સ્થળ પરથી રૂ. 79,935ની કિંમતનું પોષડોડા અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 80,435નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી કિરીટભાઈ પટેલ વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટની કલમ 8(સી), 15(બી) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વૃદ્ધ વયે નશાના કારોબારમાં સંડોવણી સામે આવતા પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
આ પણ વાંચો:Anand: રેલ્વે ગરનાળાની સાઇટ પર કામ કરતા યુવકનો આપઘાત, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

