Dholka: ભેટાવાડા-નેસડા ગામે માર્ગ પર કેમિકલયુક્ત પાણી ફરી વળતાં સ્થાનિકોની હાલત કફોડી
ધોળકા તાલુકાના ભેટાવાડા અને નેસડા ગામના સીમ વિસ્તારમાં વરસાદી પાણીમાં કેમિકલ ભળી જતાં કેમિકલયુક્ત પાણીમાંથી લોકો અને ખેડૂતો પસાર થવા મજબૂર બન્યા છે. ધોળકા શહેર નજીક આવેલ ભેટાવાડા ગામની આજુબાજુમાં કેટલીક કેમિકલ કંપનીઓ આવેલી છે.તેમાંથી કેટલીક ફેકટરી દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. આ કેમિકલયુક્ત પાણી ભેટાવાડાથી નેસડા ગામમાં અને સીમ ખેતરોમાં આ પાણી ફરી વળ્યુ છે અને ખેતરોમાં જવાના રસ્તા ઉપર પણ ફરી વળતા ખેડૂતોને ગામ લોકોને હાલમાં પારાવાર હાલાકી પડી રહી છે. નેસડા ગામની વાત કરીએ તો આ ગામમાં મોટાભાગે બાગાયત ખેતી કરવામાં આવે છે જેમાં ફૂલો, શાકભાજી, ડાંગર, કપાસ જેવા પાકોની ખેતી કરવામાં આવતી હોય છે. ફૂલોની ખેતી કરતા ખેડૂતો અને મજૂરોને રાત્રીના સમયે 12 વાગ્યા પછી ફૂલો ઉતારવા માટે જતા હોય છે. ત્યારે રસ્તામાં ભરાયેલા કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવું પડે છે. જે પાણીના કારણે લોકોના પગમાં ખંજવાળ આવવી, ચાંદા પડવા જેવી સમસ્યાઓ સર્જાય છે અને ચામડીના રોગો થવા લાગ્યા છે. હાલ નેસડા ગામની સ્થિતિ એવી છે કે ખેડૂતોને ખેતી કરવા જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે. આ પ્રશ્ને નેસડા ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ આ બાબતે પાણીના સેમ્પલો લઈ કડક કાર્યવાહી હાથ ધરે તેવી પણ માંગ ઉઠી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ભેટાવાડા ગામ બાજુથી કેમિકલયુક્ત વાળું પાણી આવે છે. તે બંધ કરવું જોઈએ. લોકો એમ પણ કહી રહ્યા છે કે અગાઉ અનેકવાર કેમિકલયુક્ત પાણી છોડવા બાબતે રજૂઆતો કરી છે. છતાંય સ્થિતિ જૈસે થેની રહેવા પામી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધોળકા તાલુકાના ભેટાવાડા અને નેસડા ગામના સીમ વિસ્તારમાં વરસાદી પાણીમાં કેમિકલ ભળી જતાં કેમિકલયુક્ત પાણીમાંથી લોકો અને ખેડૂતો પસાર થવા મજબૂર બન્યા છે. ધોળકા શહેર નજીક આવેલ ભેટાવાડા ગામની આજુબાજુમાં કેટલીક કેમિકલ કંપનીઓ આવેલી છે.
તેમાંથી કેટલીક ફેકટરી દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. આ કેમિકલયુક્ત પાણી ભેટાવાડાથી નેસડા ગામમાં અને સીમ ખેતરોમાં આ પાણી ફરી વળ્યુ છે અને ખેતરોમાં જવાના રસ્તા ઉપર પણ ફરી વળતા ખેડૂતોને ગામ લોકોને હાલમાં પારાવાર હાલાકી પડી રહી છે.
નેસડા ગામની વાત કરીએ તો આ ગામમાં મોટાભાગે બાગાયત ખેતી કરવામાં આવે છે જેમાં ફૂલો, શાકભાજી, ડાંગર, કપાસ જેવા પાકોની ખેતી કરવામાં આવતી હોય છે. ફૂલોની ખેતી કરતા ખેડૂતો અને મજૂરોને રાત્રીના સમયે 12 વાગ્યા પછી ફૂલો ઉતારવા માટે જતા હોય છે. ત્યારે રસ્તામાં ભરાયેલા કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવું પડે છે. જે પાણીના કારણે લોકોના પગમાં ખંજવાળ આવવી, ચાંદા પડવા જેવી સમસ્યાઓ સર્જાય છે અને ચામડીના રોગો થવા લાગ્યા છે. હાલ નેસડા ગામની સ્થિતિ એવી છે કે ખેડૂતોને ખેતી કરવા જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે. આ પ્રશ્ને નેસડા ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ આ બાબતે પાણીના સેમ્પલો લઈ કડક કાર્યવાહી હાથ ધરે તેવી પણ માંગ ઉઠી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ભેટાવાડા ગામ બાજુથી કેમિકલયુક્ત વાળું પાણી આવે છે. તે બંધ કરવું જોઈએ. લોકો એમ પણ કહી રહ્યા છે કે અગાઉ અનેકવાર કેમિકલયુક્ત પાણી છોડવા બાબતે રજૂઆતો કરી છે. છતાંય સ્થિતિ જૈસે થેની રહેવા પામી છે.