Dholera: ગ્રામ્યમાં SCSTના ડીવાયએસપી તથા FSLની ટીમ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત કરાઈ

Jan 22, 2025 - 00:30
Dholera: ગ્રામ્યમાં SCSTના ડીવાયએસપી તથા FSLની ટીમ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોલેરા તાલુકાના પીપળી ગામે અનુસૂચિત જાતિના 200 વર્ષ જુના સ્મશાન મુદ્દે ઉચ્ચકક્ષાએ રજુઆત બાદ એટ્રોસીટી એક્ટ હેઠળ સમીર સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે અનુસંધાને એસસીએસટી ડીવાયએસપી તથા એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

આ તકે અનુ. જાતિ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.ધોલેરાના પીપળી ખાતે અનુસૂચિત જાતિ સમાજનું 200 વર્ષ પહેલાં બનેલું સ્મશાન આવેલ છે. જ્યાં થોડા દિવસ પહેલા કેટલાક લોકો દ્વારા ખોદાણ કરવામાં આવ્યું હતું. જેમાં જમીનમાં ધરબાયેલા અનુ. જાતિના પૂર્વજોના અસ્થિઓ બહાર આવી ગયા હતા અને અહીં આસ્થાનું કેન્દ્ર બનેલી પૂર્વજોની ખાંભીઓને પણ વ્યાપક નુકસાન પહોંચાડતા અનુસૂચિત જાતિ સમાજના લોકોમાં નારાજગી અને રોષ ફેલાયો હતો. આ મુદ્દે ધોલેરા પોલીસ મથકમાં સમીર સોની સામે એટ્રોસીટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે અનુસંધાને મંગળવારે એસસીએસટી ડીવાયએસપી તથા એફએસએલની ટીમ પીપળી ઘટના સ્થળે દોડી આવી હતી એફ એસ એલ ટીમે અહીં જમીન બહાર આવેલ અસ્થિઓને એફએસએલ માટે લઈ ગઈ હતી. આગામી ચાર પાંચ દિવસમાં સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. તેવું વધુમાં જણાવ્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0