Dhanghdhra ભરાડાના મૃતક પરિવારજનોને ભાજપ-નેતાએ પોતાની-મિલમાં બોલાવી ચેક આપતા લોકોમાં રોષ

મૃતક વ્યક્તિના પરિવારને સંવેદના પાઠવી તેમનાં ઘેર જઇ ચેક આપવો પડે : જિલ્લા પંચાયત સદસ્યકોંઢ અને ભરાડાના વરસાદી આફતના બે મૃતકના પરિવારને સહાય ચૂકવાઇ કોંઢના મૃતક પરિજનોના ઘેર જઇ ટીડીઓ સ્થાનીક નેતાઓએ ચેક અર્પણ કર્યો હતો ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા અને કોંઢની બે વ્યક્તિના વરસાદી પાણીમાં તણાઇ જવાના કારણે મોત થયા બાદ સરકારે બંને મૃતકોની રૂ. 4 લાખની સહાય મંજૂર કરી હતી. કોંઢના મૃતક પરિજનોના ઘેર જઇ ટીડીઓ સ્થાનીક નેતાઓએ ચેક અર્પણ કર્યો હતો. જ્યારે ભરાડાના મૃતક વ્યક્તિના પરિવારને ભરાડાના ભાજપી નેતાએ જિલ્લા પંચાયતના સદસ્યને હાજર રાખ્યા વગર પોતાની મિલે બોલાવી ચેક અર્પણ કરતા લોકોએ ભારે રોષ વ્યકત કર્યો હતો. કોંઢ ગામના મેરાભાઇ દાનાભાઇનું વરસાદી આફતમાં મૃત્યુ થતા રૂ. 4 લાખની સરકારી સહાયનો ચેક આપવા ટીડીઓ ધ્રાંગધ્રા, દેવપાલસિંહ ઝાલા, કનકસિંહ ઝાલા અને રામભા સહિતના મૃતકના કોંઢ સ્થિત ઘેર જઇ પરિવારને આશ્વાસન આપી ચેક અર્પણ કર્યો હતો. જ્યારે ભરાડાના મૃતક ધનજીભાઇ સગ્રામભાઇની સહાયનો ચેક એમના ઘેર આપવા જવા કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કચેરીમાં બોલાવી આપવાના બદલે ધારાસભ્ય પ્રકાશ વરમોરાના પ્રતિનિધિ, તલાટી કૌભાંડના આરોપી ભાજપ જિલ્લા કિશાન મોરચાના પ્રમુખ ભરાડાના નંદલાલ પટેલે જિલ્લા પંચાયત સદસ્ય પપુભાઇ ઠાકોર કે સ્થાનીક આગેવાનોને હાજર રાખ્યા વગર પોતે સહાય ચૂકવતા હોય એમ પોતાની ખાનગી મિલમાં મૃત્તકના સ્વજનોને બોલાવી ચેક આપ્યો હતો. જેના પગલે સમગ્ર પંથકમાં વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. સરકારની કામગીરીનો પોતે જશ લઇ લીધો । સહાય સરકારે ચૂકવી પરંતુ ભરાડાના ભાજપી નેતાએ જિલ્લા પંચાયત સદસ્ય કે નદીમાંથી આખી રાત મહેનત કરી મૃતકને શોધવામાં મદદ કરેલ આગેવાનોને હાજર રાખ્યા વગર પોતાની મિલ પર બોલાવી પોતે સહાય ચૂકવતા હોય એવો દેખાડો કરી પોતે જશ લઇ સંવેદનાના પ્રસંગને રાજકીય લાભ ખાટવાની કોશિષ કરતા લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.

Dhanghdhra ભરાડાના મૃતક પરિવારજનોને ભાજપ-નેતાએ પોતાની-મિલમાં બોલાવી ચેક આપતા લોકોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મૃતક વ્યક્તિના પરિવારને સંવેદના પાઠવી તેમનાં ઘેર જઇ ચેક આપવો પડે : જિલ્લા પંચાયત સદસ્ય
  • કોંઢ અને ભરાડાના વરસાદી આફતના બે મૃતકના પરિવારને સહાય ચૂકવાઇ
  • કોંઢના મૃતક પરિજનોના ઘેર જઇ ટીડીઓ સ્થાનીક નેતાઓએ ચેક અર્પણ કર્યો હતો

ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા અને કોંઢની બે વ્યક્તિના વરસાદી પાણીમાં તણાઇ જવાના કારણે મોત થયા બાદ સરકારે બંને મૃતકોની રૂ. 4 લાખની સહાય મંજૂર કરી હતી.

કોંઢના મૃતક પરિજનોના ઘેર જઇ ટીડીઓ સ્થાનીક નેતાઓએ ચેક અર્પણ કર્યો હતો. જ્યારે ભરાડાના મૃતક વ્યક્તિના પરિવારને ભરાડાના ભાજપી નેતાએ જિલ્લા પંચાયતના સદસ્યને હાજર રાખ્યા વગર પોતાની મિલે બોલાવી ચેક અર્પણ કરતા લોકોએ ભારે રોષ વ્યકત કર્યો હતો.

કોંઢ ગામના મેરાભાઇ દાનાભાઇનું વરસાદી આફતમાં મૃત્યુ થતા રૂ. 4 લાખની સરકારી સહાયનો ચેક આપવા ટીડીઓ ધ્રાંગધ્રા, દેવપાલસિંહ ઝાલા, કનકસિંહ ઝાલા અને રામભા સહિતના મૃતકના કોંઢ સ્થિત ઘેર જઇ પરિવારને આશ્વાસન આપી ચેક અર્પણ કર્યો હતો. જ્યારે ભરાડાના મૃતક ધનજીભાઇ સગ્રામભાઇની સહાયનો ચેક એમના ઘેર આપવા જવા કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કચેરીમાં બોલાવી આપવાના બદલે ધારાસભ્ય પ્રકાશ વરમોરાના પ્રતિનિધિ, તલાટી કૌભાંડના આરોપી ભાજપ જિલ્લા કિશાન મોરચાના પ્રમુખ ભરાડાના નંદલાલ પટેલે જિલ્લા પંચાયત સદસ્ય પપુભાઇ ઠાકોર કે સ્થાનીક આગેવાનોને હાજર રાખ્યા વગર પોતે સહાય ચૂકવતા હોય એમ પોતાની ખાનગી મિલમાં મૃત્તકના સ્વજનોને બોલાવી ચેક આપ્યો હતો. જેના પગલે સમગ્ર પંથકમાં વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.

સરકારની કામગીરીનો પોતે જશ લઇ લીધો । સહાય સરકારે ચૂકવી પરંતુ ભરાડાના ભાજપી નેતાએ જિલ્લા પંચાયત સદસ્ય કે નદીમાંથી આખી રાત મહેનત કરી મૃતકને શોધવામાં મદદ કરેલ આગેવાનોને હાજર રાખ્યા વગર પોતાની મિલ પર બોલાવી પોતે સહાય ચૂકવતા હોય એવો દેખાડો કરી પોતે જશ લઇ સંવેદનાના પ્રસંગને રાજકીય લાભ ખાટવાની કોશિષ કરતા લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.