Dhandhuka: મુસાફરોએ અંદરોઅંદર બાખડી ટ્રેનને હડાળા સ્ટેશન પર એક કલાક અટકાવી રાખી
ગ્રાંધીગ્રામથી બોટાદ જતી બુધવાર સાંજની લોકલ ટ્રેન લગભગ 9 આસપાસ હડાળા સ્ટેશને પહોંચતા જ એક કોચમાં ભારે બુમાબુમ થતાં અન્ય ડબ્બાના મુસાફરો તે કોચ તરફ્ દોડી ગયા હતા.અહીં કેટલાક મુસાફરો વચ્ચે ઉગ્ર ઝઘડો ચાલી રહ્યો હતો અને ઉગ્ર બોલાચાલી ગણતરીની મિનિટો માં જ હાથાપાઈ સુધી પહોંચી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. રેલવેના ગાર્ડ અને સ્થાનિક સ્ટેશન અધિકારી દ્વારા મામલે હસ્તક્ષેપ કરી ટ્રેન નિયત સમય અનુસાર ઉપાડવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ ઉગ્ર બનેલા ઝઘડાખોરોએ એક કલાક સુધી સ્ટેશન પર ટ્રેન રોકી રાખી હતી. અંતે એક કલાક બાદ ફરી ટ્રેન ધંધૂકા તરફ્ જવા રવાના થઈ હતી. રાત્રિના સમયે ટ્રેન મોડી પડતા મુસાફરો પરેશાન થયા હતા. સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી ઝઘડો કરનાર મુસાફરોની તલાશ કરાઈ રહી છે અને ટ્રેન એક કલાક સુધી સ્ટેશન પર ઉભી રાખવાની ઘટનામાં પણ રેલવે તપાસ શરૂ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગ્રાંધીગ્રામથી બોટાદ જતી બુધવાર સાંજની લોકલ ટ્રેન લગભગ 9 આસપાસ હડાળા સ્ટેશને પહોંચતા જ એક કોચમાં ભારે બુમાબુમ થતાં અન્ય ડબ્બાના મુસાફરો તે કોચ તરફ્ દોડી ગયા હતા.
અહીં કેટલાક મુસાફરો વચ્ચે ઉગ્ર ઝઘડો ચાલી રહ્યો હતો અને ઉગ્ર બોલાચાલી ગણતરીની મિનિટો માં જ હાથાપાઈ સુધી પહોંચી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. રેલવેના ગાર્ડ અને સ્થાનિક સ્ટેશન અધિકારી દ્વારા મામલે હસ્તક્ષેપ કરી ટ્રેન નિયત સમય અનુસાર ઉપાડવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ ઉગ્ર બનેલા ઝઘડાખોરોએ એક કલાક સુધી સ્ટેશન પર ટ્રેન રોકી રાખી હતી. અંતે એક કલાક બાદ ફરી ટ્રેન ધંધૂકા તરફ્ જવા રવાના થઈ હતી. રાત્રિના સમયે ટ્રેન મોડી પડતા મુસાફરો પરેશાન થયા હતા. સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી ઝઘડો કરનાર મુસાફરોની તલાશ કરાઈ રહી છે અને ટ્રેન એક કલાક સુધી સ્ટેશન પર ઉભી રાખવાની ઘટનામાં પણ રેલવે તપાસ શરૂ કરવામાં આવી છે.