Detrojના ડાભસર ગામે એકજ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણમાં એક વ્યકિતનું મોત

ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત એક જ સમાજના બે જૂથો વચ્ચે થઇ હતી જૂથ અથડામણ અથડામણમાં 8 લોકો થયા હતા ઇજાગ્રસ્ત અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ડાભસર ગામે એક જ સમાજના બે લોકો વચ્ચે અંગતકારણોસર જૂથ અથડામણ થતા એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત થયું છે.સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે,તો પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો દેત્રોજ તાલુકાના ડાભસર ગામે બે જૂથો વચ્ચે અથડામણને લઈ પોલીસ દોડતી થઈ હતી,પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથધરી છે.કોઈ કારણોસર એક જ સમાજના લોકો ભેગા થયા હતા અને તેમાં જૂથ અથડામણ ફાટી નિકળી હતી,ધારિયા અને ધોકા લઈ લોકો એક બીજાની સામે આવી ગયા હતા.સમગ્ર ઘટનામાં એક વ્યકિતનું મોત થતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. આજે મહેસાણામાં થઈ જૂથ અથડામણ વિજાપુરના તાતોસણ ગામે સગીરાની છેડતી મામલે બે જૂથ વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી છે. સગીરાની છેડતી થયા બાદ ઉગ્ર બોલાચાલી કરીને પાંચ લોકો મારઝૂડ કરી હતી. પોલીસે મારઝૂડ કરનાર કરનાર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. મહત્ત્વનું છે કે, કેટલાક સામેવાળા જૂથે આગાઉના ઝઘડાની દાઝ રાખીને દંપતીએ અપશબ્દો કહી પાઈપ વડે માર માર્યો હતો. પરિણીતાએ દંપતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષના સાત લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી. એક મહિના અગાઉ વિરમગામમાં થઈ જૂથ અથડામણ વિરમગામ તાલુકામાં આવતા ઝેઝરા ગામમાં પ્રેમ સંબંધ બાબતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઝેઝરા ગામમાં રહેતા મુકેશને ગામમાં જ રહેતી યુવતી સાથે પ્રેમ થતા બંને ભાગી ગયા હતા. બંને પરત મળી આવતા સમાજનાં માણસોની હાજરીમાં મુકેશને એક વર્ષ માટે ગામમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયો હતો. આ બાબતને લઈને બંને પક્ષના લોકો વચ્ચે મનદુખ ચાલતું હતું. જે બાબતને લઈને બંને પક્ષે હથિયારોથી મારામારી કરતા એક વૃધ્ધનું મોત નિપજ્યુ હતું. નળસરોવર પોલીસે બંને પક્ષના લોકો સામે ગુનો નોંધી કેટલાક લોકોની અટકાયત કરી હતી.

Detrojના ડાભસર ગામે એકજ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણમાં એક વ્યકિતનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત
  • એક જ સમાજના બે જૂથો વચ્ચે થઇ હતી જૂથ અથડામણ
  • અથડામણમાં 8 લોકો થયા હતા ઇજાગ્રસ્ત

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ડાભસર ગામે એક જ સમાજના બે લોકો વચ્ચે અંગતકારણોસર જૂથ અથડામણ થતા એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત થયું છે.સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે,તો પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

દેત્રોજ તાલુકાના ડાભસર ગામે બે જૂથો વચ્ચે અથડામણને લઈ પોલીસ દોડતી થઈ હતી,પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથધરી છે.કોઈ કારણોસર એક જ સમાજના લોકો ભેગા થયા હતા અને તેમાં જૂથ અથડામણ ફાટી નિકળી હતી,ધારિયા અને ધોકા લઈ લોકો એક બીજાની સામે આવી ગયા હતા.સમગ્ર ઘટનામાં એક વ્યકિતનું મોત થતા ગામમાં શોકનો માહોલ છવાયો છે.


આજે મહેસાણામાં થઈ જૂથ અથડામણ

વિજાપુરના તાતોસણ ગામે સગીરાની છેડતી મામલે બે જૂથ વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી છે. સગીરાની છેડતી થયા બાદ ઉગ્ર બોલાચાલી કરીને પાંચ લોકો મારઝૂડ કરી હતી. પોલીસે મારઝૂડ કરનાર કરનાર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. મહત્ત્વનું છે કે, કેટલાક સામેવાળા જૂથે આગાઉના ઝઘડાની દાઝ રાખીને દંપતીએ અપશબ્દો કહી પાઈપ વડે માર માર્યો હતો. પરિણીતાએ દંપતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષના સાત લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

એક મહિના અગાઉ વિરમગામમાં થઈ જૂથ અથડામણ

વિરમગામ તાલુકામાં આવતા ઝેઝરા ગામમાં પ્રેમ સંબંધ બાબતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઝેઝરા ગામમાં રહેતા મુકેશને ગામમાં જ રહેતી યુવતી સાથે પ્રેમ થતા બંને ભાગી ગયા હતા. બંને પરત મળી આવતા સમાજનાં માણસોની હાજરીમાં મુકેશને એક વર્ષ માટે ગામમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયો હતો. આ બાબતને લઈને બંને પક્ષના લોકો વચ્ચે મનદુખ ચાલતું હતું. જે બાબતને લઈને બંને પક્ષે હથિયારોથી મારામારી કરતા એક વૃધ્ધનું મોત નિપજ્યુ હતું. નળસરોવર પોલીસે બંને પક્ષના લોકો સામે ગુનો નોંધી કેટલાક લોકોની અટકાયત કરી હતી.