Delhi Rain: દિલ્હીમાં આટલા બધા સ્વિમિંગ પુલ? આતિશીએ સાધ્યુ દિલ્હી સરકાર પર નિશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિલ્હીમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. ક્યાંક ટ્રાફિક જામ થયો છે તો ક્યાંક લોકોને ઘરની બહાર નીકળવાના પણ ફાંફા છે. શાળા કોલેજ અને ઓફિસ જવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કેટલાક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કરીને દિલ્હી સરકાર પર નિશાનો સાધ્યો છે.
આતિશીએ સાધ્યુ નિશાન
આતિશીએ પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા લખ્યું કે દિલ્હીમાં આટલા બધા સ્વિમિંગ પુલ બનાવવા માટે ધન્યવાદ. આ સાથે જ વીડિયો શેર કર્યો છે જેમાં એક વ્યક્તિ વિનોદ નગરના એક રસ્તાને સ્વિમિંગ પુલ જણાવીને તરી રહ્યો છે.
વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ
દિલ્હીમાં વરસાદને કારણે એમબી રોડ સહિત ઘણી જગ્યાએ ટ્રાફિક જામ છે. જોકે, ઘણી જગ્યાએ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ટ્રાફિક જામ દૂર કરવા માટે રસ્તા પર તૈનાત જોવા મળ્યા હતા. પરંતુ પાણી ભરાઈ જવાને કારણે રસ્તા પર વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી. જેને દૂર કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે.
થોડા દિવસો પહેલા દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ મિન્ટો બ્રિજના અંડરપાસ પરથી પસાર થતો ટ્રાફિક પણ બતાવી રહ્યા હતા. વીડિયોમાં તેઓ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે આ વખતે અંડરપાસ ડૂબી ગયો નથી પરંતુ અહીં આરામદાયક ટ્રાફિક અવરજવર છે. તેમણે કહ્યું હતું કે દિલ્હી બદલાઈ રહી છે.
What's Your Reaction?






