Deesa: રબારી સમાજ દ્વારા સ્ટડી સેન્ટર અને લાયબ્રેરીનો શુભારંભ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રબારી ગોપાલક છાત્રાલય ડીસા અને રબારી સમાજ સરકારી કર્મચારી - અધિકારી ગૃપ બનાસકાંઠા દ્વારા ડીસા ખાતે રહેવા - જમવા સાથેની અધતન સુવિધાસભર શ્રી એમ.એમ.દેસાઈ રેકટ સ્ટડી સેન્ટર અને લાયબ્રેરી નો રવિવારે શુભારંભ કરવામાં આવ્યો હતો.
સમગ્ર ગુજરાત રબારી સમાજ ના એકમાત્ર ધારાસભ્ય, દાનવીર રત્ન અને ભામાશા માવજી દેસાઈ દ્વારા સર્વ સમાજ માટે શિક્ષણ ની જયોત પ્રજવલિત કરી છે ત્યારે ડીસાના વાયબ્રન્ટ સ્કુલ કેમ્પસમાં રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત શ્રી એમ.એમ.દેસાઈ રેકટ સ્ટડી સેન્ટર અને દિકરા - દીકરીઓને રહેવા જમવા સાથેની સુવિધા ધરાવતી અધતન સુવિધાસભર લાયબ્રેરી નો શુભારંભ રવિવારે શ્રી એમ.એમ.દેસાઈ રેકટ સ્ટડી સેન્ટર અને લાયબ્રેરી ના મુખ્ય દાતા, દાનવીર રત્ન, ભામાશા અને ધારાસભ્ય માવજી દેસાઈ, ડીસા એપીએમસી ચેરમેન ગોવા દેસાઈ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ડૉ. સંજય દેસાઈ, સંસ્થાના પ્રમુખ રેવા દેસાઈ સહિત સમાજ ના આગેવાનો, સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતાં દિકરી - દિકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

