Deesa: મુડેઠા ગામે ભાઈબીજના પાવન પર્વે 763 વર્ષ જૂની પરંપરાગત અશ્વદોડનું ભવ્ય આયોજન, હજારો લોકો ઉમટ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમા ભાઈબીજના પર્વની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામે આ પર્વ સાથે શૌર્ય, બલિદાન અને વચનપાલનનો અનોખો સંગમ જોવા મળે છે. મુડેઠા ગામે છેલ્લા 763 વર્ષથી ચાલી આવતી પરંપરાગત અને ઐતિહાસિક અશ્વદોડ આજે પણ એટલા જ દબદબા અને ઉત્સાહ સાથે અકબંધ જળવાઈ રહી છે. બેસતા વર્ષે ધર્મની બહેન ચોથબાને ચૂંદડી ઓઢાડવા ગયેલા રાઠોડ પરિવારના ભાઈઓ ભાઈબીજના દિવસે વિજયી બની પરત ફરે છે અને એ સ્મૃતિમાં અહીં અશ્વદોડ યોજાય છે. આ અનોખા ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે સમગ્ર પંથકમાંથી હજારોની જનમેદની મુડેઠા ગામે ઉમટી પડી છે.
બહેન ચોથબા અને રાઠોડ પરિવારનું વચન
મુડેઠાની અશ્વદોડ માત્ર રમત કે સ્પર્ધા નથી, પરંતુ તેની પાછળ લોહીના સંબંધથી પણ વિશેષ ધર્મના સંબંધનું ગૌરવ જોડાયેલું છે. સદીઓ જૂની પરંપરા મુજબ, દર વર્ષે બેસતા વર્ષના પવિત્ર દિવસે મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ પેપળુ ગામે બિરાજતા ધર્મની બહેન ચોથબાને ચૂંદડી ઓઢાડવા માટે જાય છે. બહેનને ચૂંદડી ઓઢાડીને ભાઈબીજના દિવસે ભાઈઓ પરંપરાગત યુદ્ધના પોશાક સમાન લોખંડના બખ્તર ધારણ કરી, શસ્ત્રો સજીને અશ્વ પર સવાર થઈ મુડેઠા ગામે પરત ફરે છે.
ગામના પાદરે ઐતિહાસિક અશ્વદોડનું આયોજન
ભાઈબીજના પાવન દિવસે ગામના પાદરે ઐતિહાસિક અશ્વદોડનું આયોજન થાય છે. જેમાં ઘોડેસવારોની સાથે સાથે પરંપરાગત રીતે સજાવેલા ઊંટો પર સવાર સવારો પણ જોડાય છે અને દિલધડક કરતબો રજૂ કરે છે.આધુનિક યુગમાં પણ ગામની યુવા પેઢીએ 763 વર્ષ જૂની આ ધરોહરને યથાવત રાખી છે, જે ગ્રામીણ સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો: Gandhinagar: CMએ પાઠવી ભાઈબીજની શુભકામના; ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પર્વે દરેક પરિવારમાં સુખ-સમૃદ્ધિની કરી મંગલકામના!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

