Deesa: પ્રવીણ માળી : ધારાસભ્ય બન્યા અને સીધું જ મંત્રીપદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં બનાસકાંઠાના ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળીને રાજ્યકક્ષાના મંત્રી તરીકેનું પદ મળ્યું છે. આ સાથે જ રાજ્યમાં સૌપ્રથમ વખત માળી સમાજને મંત્રી પદનું પ્રતિનિધિત્વ મળ્યું છે અને પ્રવીણ માળી આ પદ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે.
પ્રવીણ માળીને રાજકારણના ગુણ વારસમાં મળ્યા છે. તેમના પિતા ગોરધનજી ગીગાજી માળી પણ અગાઉ ડીસામાંથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને કેશુભાઈ પટેલની સરકાર વખતે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. પ્રવીણ માળીએ વર્ષ 2012 થી 2015 સુધી ભાજપ યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ સંગઠનનું કામ સંભાળ્યું હતું. ત્યારબાદ તેઓ 2015 થી 2017 સુધી ડીસા નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા. નોંધનીય છે કે તેઓ પ્રથમ વખત જ કોર્પોરેટર બનીને પ્રમુખ બન્યા હતા. વર્ષ 2022માં તેઓ પ્રથમ વખત ડીસા વિધાનસભાની ચૂંટણી લડયા અને 46 હજારથી વધુ મતોની જંગી લીડ સાથે જંગી વિજય મેળવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ધારાસભ્ય તરીકે તેમણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું લાવવા માટે ખેત તલાવડી સહિતની વિવિધ યોજનાઓ પર ભારપૂર્વક અને સફળ કામગીરી કરી હતી. તેમની આ અસરકારક કામગીરીને ધ્યાનમાં લઈને મંત્રીમંડળના વિસ્તરણમાં તેમને રાજ્યકક્ષાના મંત્રીનું પદ આપવામાં આવ્યું છે જે તેમના જનસેવાના કાર્યોનું સન્માન છે.
What's Your Reaction?






