Deesaમાં 46.80 લાખની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, કુલ 7 શખ્સોને પોલીસે દબોચ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસાના લલચાલી વિસ્તારમાં થયેલી રૂપિયા 46.80 લાખની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. આ મામલે પોલીસે કૂલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. પાંચ દિવસ અગાઉ એક લૂંટની ઘટના સામે આવી હતી. ડીસામાં આવેલી HM આંગડિયા પેઢીના નિકુલ લુહાર અને હરદીપસિંહ પરમાર તેમના શેઠના ઘરેથી રોકડા પૈસા ભરેલી બેગ લઈ એક્ટિવા ઉપર ડીસાના લલચાલી વિસ્તારમાંથી પસાર થઈ આંગડિયા પેઢીની ઓફિસે જઈ રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા 3 શખ્સોએ આ બંને કર્મીઓને રિવોલ્વર તેમજ ખંજર બતાવી આ બંને શખ્સો પાસેથી પૈસા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા.લૂંટમાં ગયેલો 46.80 લાખનો મુદ્દામાલ જપ્ત જો કે ઘટનાની જાણ પોલીસને કરાતા જિલ્લા પોલીસ એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અલગ અલગ પોલીસની 7 ટીમો બનાવી લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે પોલીસે ઘટના સ્થળ સહિત આસપાસના વિસ્તારના 250થી વધુ સીસીટીવી તપાસ કરતા પૈસાની બેગ લઈ ફરાર થઈ લૂંટારાઓ દાંતીવાડા તરફ ગયા હોવાની જાણ થતા જ પોલીસની અલગ અલગ ટીમોએ અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટ કરી ભાગેલા 3 શખ્સઓને દબોચી લીધા અને તેમની પાસેથી લૂંટમાં ગયેલો 46.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. લૂંટ કરનાર 3 સહિત ઘટનામાં સંડોવાયેલા કુલ 7 શખ્સઓને દબોચી લીધા જો કે પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી તો ગુનામાં સંડોવાયેલા વધુ 4 શખ્સો પણ પોલીસને હાથે ઝડપાઈ જતા પોલીસે 7 શખ્સઓને દબોચી લીધા. જો કે આ લૂંટની ઘટનામાં જેલમાં રહેલો ડીસાનો ગેંગસ્ટર કે.કે લુહાર પણ સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જો કે આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણવાનો પોલીસે પ્રયાસ કર્યો તો આ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા શૈલેન્દ્ર ઉર્ફે બકો વદેસીંગ પરમાર, હિતેશ રાજુભાઈ દેવીપૂજક અને કરણ દિલીપસિંહ સોલંકી નામના શખ્સો આંગડિયા પેઢીના કર્મીઓની રેકી કરતા અને તેની જાણ લૂંટ કરવા ગયેલા પ્રકાશ ઉર્ફે પકો રાવળ, ભાયલાલ ઉર્ફે અરવિંદ દડિયો અને પ્રેમ શ્રવણ બારોટને કરતા અને ત્રણેય શખ્સોએ પોતાની પાસે રહેલી રિવોલ્વર અને ખંજર બતાવી લૂંટને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. રિવોલ્વર વેચનાર માધ્યપ્રદેશના ટીલું તોમરને ઝડપી પાડવા ચક્રો ગતિમન કર્યા જો કે જેલમાં બેઠેલા કે.કે.લુહારે આ લૂંટ પ્રકરણમાં માધ્યપ્રદેશના ટીલું તોમર પાસેથી રિવોલ્વર લાવી આપી હોવાનું ખુલતા પોલીસે અત્યારે લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા 9 લૂંટારાઓ સામે ગુનો દાખલ કરી 7 શખ્સઓની અટકાયત કરી છે તો જેલમાં કેદ કે.કે લુહારના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કે.કે.લુહારને પાલનપુર લાવવાની કાર્યવાહી કરી છે તો સાથે જ રિવોલ્વર વેચનાર માધ્યપ્રદેશના ટીલું તોમરને ઝડપી પાડવા ચક્રો ગતિમન કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના ડીસાના લલચાલી વિસ્તારમાં થયેલી રૂપિયા 46.80 લાખની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. આ મામલે પોલીસે કૂલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. પાંચ દિવસ અગાઉ એક લૂંટની ઘટના સામે આવી હતી. ડીસામાં આવેલી HM આંગડિયા પેઢીના નિકુલ લુહાર અને હરદીપસિંહ પરમાર તેમના શેઠના ઘરેથી રોકડા પૈસા ભરેલી બેગ લઈ એક્ટિવા ઉપર ડીસાના લલચાલી વિસ્તારમાંથી પસાર થઈ આંગડિયા પેઢીની ઓફિસે જઈ રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા 3 શખ્સોએ આ બંને કર્મીઓને રિવોલ્વર તેમજ ખંજર બતાવી આ બંને શખ્સો પાસેથી પૈસા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા.
લૂંટમાં ગયેલો 46.80 લાખનો મુદ્દામાલ જપ્ત
જો કે ઘટનાની જાણ પોલીસને કરાતા જિલ્લા પોલીસ એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અલગ અલગ પોલીસની 7 ટીમો બનાવી લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે પોલીસે ઘટના સ્થળ સહિત આસપાસના વિસ્તારના 250થી વધુ સીસીટીવી તપાસ કરતા પૈસાની બેગ લઈ ફરાર થઈ લૂંટારાઓ દાંતીવાડા તરફ ગયા હોવાની જાણ થતા જ પોલીસની અલગ અલગ ટીમોએ અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટ કરી ભાગેલા 3 શખ્સઓને દબોચી લીધા અને તેમની પાસેથી લૂંટમાં ગયેલો 46.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.
લૂંટ કરનાર 3 સહિત ઘટનામાં સંડોવાયેલા કુલ 7 શખ્સઓને દબોચી લીધા
જો કે પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી તો ગુનામાં સંડોવાયેલા વધુ 4 શખ્સો પણ પોલીસને હાથે ઝડપાઈ જતા પોલીસે 7 શખ્સઓને દબોચી લીધા. જો કે આ લૂંટની ઘટનામાં જેલમાં રહેલો ડીસાનો ગેંગસ્ટર કે.કે લુહાર પણ સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જો કે આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણવાનો પોલીસે પ્રયાસ કર્યો તો આ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા શૈલેન્દ્ર ઉર્ફે બકો વદેસીંગ પરમાર, હિતેશ રાજુભાઈ દેવીપૂજક અને કરણ દિલીપસિંહ સોલંકી નામના શખ્સો આંગડિયા પેઢીના કર્મીઓની રેકી કરતા અને તેની જાણ લૂંટ કરવા ગયેલા પ્રકાશ ઉર્ફે પકો રાવળ, ભાયલાલ ઉર્ફે અરવિંદ દડિયો અને પ્રેમ શ્રવણ બારોટને કરતા અને ત્રણેય શખ્સોએ પોતાની પાસે રહેલી રિવોલ્વર અને ખંજર બતાવી લૂંટને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.
રિવોલ્વર વેચનાર માધ્યપ્રદેશના ટીલું તોમરને ઝડપી પાડવા ચક્રો ગતિમન કર્યા
જો કે જેલમાં બેઠેલા કે.કે.લુહારે આ લૂંટ પ્રકરણમાં માધ્યપ્રદેશના ટીલું તોમર પાસેથી રિવોલ્વર લાવી આપી હોવાનું ખુલતા પોલીસે અત્યારે લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા 9 લૂંટારાઓ સામે ગુનો દાખલ કરી 7 શખ્સઓની અટકાયત કરી છે તો જેલમાં કેદ કે.કે લુહારના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કે.કે.લુહારને પાલનપુર લાવવાની કાર્યવાહી કરી છે તો સાથે જ રિવોલ્વર વેચનાર માધ્યપ્રદેશના ટીલું તોમરને ઝડપી પાડવા ચક્રો ગતિમન કર્યા છે.