Danta: મહિનાઓથી ગેરહાજર રહેલા 4 શિક્ષકોને અપાઈ નોટીસ

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આવા બેદરકાર શિક્ષકો સામે પગલા ભરાશેપાંસા સરકારી શાળાના શિક્ષક છેલ્લા 8 મહિનાથી વિદેશ ગમન પર છે પાંસા ગામનો બનાવ સામે આવતા શિક્ષણ વિભાગ મોડે મોડે પણ જાગ્યુ ખરા ગુજરાતની ગણના વિકાસશીલ રાજ્યમાં થાય છે, ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ એવી એવી જાહેરાતો કરે છે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત પણ શાળામાં શિક્ષકો જ ઘણા વર્ષોથી ગેરહાજર રહેતા અને પાંસા ગામનો બનાવ સામે આવતા શિક્ષણ વિભાગ મોડે મોડે જાગ્યુ છે. ચાર શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આવા બેદરકાર શિક્ષકો સામે પગલા ભરાશે તેમ મીડિયાને માહિતી અપાઈ છે, સાથે સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે કુલ તાલુકામાં ચાર શિક્ષકોને અમારા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને તેનો રિપોર્ટ પણ અમે જિલ્લા કક્ષાએ કર્યો છે. સરકારી શાળાના શિક્ષક છેલ્લા 8 મહિનાથી વિદેશમાં ફરી રહ્યા છે દાંતા તાલુકો અંતરિયાળ પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે, આ તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તારમાં સરકારી શાળાઓ આવેલી છે, જેમાં ભૂતકાળમાં શિક્ષકો દારૂ પીધેલી હાલતમાં, શાળામાં બેદરકાર અને બાળકોને અભ્યાસ સંબંધી ફરિયાદો ઉઠી હતી. દાંતા તાલુકામાં પાંસા સરકારી શાળાના શિક્ષક છેલ્લા 8 મહિનાથી વિદેશમાં રહી રહ્યા છે, જે વિવાદ વધતા જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આવા શિક્ષકો સામે કાયદેસરની નોટિસો અપાઈ હતી. મગવાસ ગામના જય ચૌહાણ પણ છેલ્લા 18 મહિનાથી શાળામાં આવતા નથી ત્યારે સોમવારે ફરીથી મગવાસ ગામના જય ચૌહાણ પણ છેલ્લા 18 મહિનાથી શાળામાં આવતા નથી, આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.બી.મકવાણાએ નિવેદન આપ્યું છે કે કુલ દાંતા તાલુકામાં 4 શિક્ષકોને નોટીસ આપવામાં આવી છે, જેમાં પાંસા ગામના ભાવનાબેન પટેલ, મગવાસ ગામના જય ચૌહાણ, રાણપુર ઉદાવાસની બીના પટેલ અને હડાદ ગામની સોહા પટેલને નોટીસ આપવામાં આવી છે અને તેનો રીપોર્ટ પણ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો છે. ભાવનાબેન પટેલ દ્વારા અમેરિકાના શિકાગોથી વીડિયો મોકલવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે શાળાના ઈન્ચાર્જ આચાર્ય પારૂલબેન મહેતાએ મારી પાસે રૂપિયાની માંગણી કરી છે.

Danta: મહિનાઓથી ગેરહાજર રહેલા 4 શિક્ષકોને અપાઈ નોટીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આવા બેદરકાર શિક્ષકો સામે પગલા ભરાશે
  • પાંસા સરકારી શાળાના શિક્ષક છેલ્લા 8 મહિનાથી વિદેશ ગમન પર છે
  • પાંસા ગામનો બનાવ સામે આવતા શિક્ષણ વિભાગ મોડે મોડે પણ જાગ્યુ ખરા

ગુજરાતની ગણના વિકાસશીલ રાજ્યમાં થાય છે, ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ એવી એવી જાહેરાતો કરે છે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત પણ શાળામાં શિક્ષકો જ ઘણા વર્ષોથી ગેરહાજર રહેતા અને પાંસા ગામનો બનાવ સામે આવતા શિક્ષણ વિભાગ મોડે મોડે જાગ્યુ છે.

ચાર શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આવા બેદરકાર શિક્ષકો સામે પગલા ભરાશે તેમ મીડિયાને માહિતી અપાઈ છે, સાથે સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે કુલ તાલુકામાં ચાર શિક્ષકોને અમારા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને તેનો રિપોર્ટ પણ અમે જિલ્લા કક્ષાએ કર્યો છે.

સરકારી શાળાના શિક્ષક છેલ્લા 8 મહિનાથી વિદેશમાં ફરી રહ્યા છે

દાંતા તાલુકો અંતરિયાળ પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે, આ તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તારમાં સરકારી શાળાઓ આવેલી છે, જેમાં ભૂતકાળમાં શિક્ષકો દારૂ પીધેલી હાલતમાં, શાળામાં બેદરકાર અને બાળકોને અભ્યાસ સંબંધી ફરિયાદો ઉઠી હતી. દાંતા તાલુકામાં પાંસા સરકારી શાળાના શિક્ષક છેલ્લા 8 મહિનાથી વિદેશમાં રહી રહ્યા છે, જે વિવાદ વધતા જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આવા શિક્ષકો સામે કાયદેસરની નોટિસો અપાઈ હતી.

મગવાસ ગામના જય ચૌહાણ પણ છેલ્લા 18 મહિનાથી શાળામાં આવતા નથી

ત્યારે સોમવારે ફરીથી મગવાસ ગામના જય ચૌહાણ પણ છેલ્લા 18 મહિનાથી શાળામાં આવતા નથી, આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.બી.મકવાણાએ નિવેદન આપ્યું છે કે કુલ દાંતા તાલુકામાં 4 શિક્ષકોને નોટીસ આપવામાં આવી છે, જેમાં પાંસા ગામના ભાવનાબેન પટેલ, મગવાસ ગામના જય ચૌહાણ, રાણપુર ઉદાવાસની બીના પટેલ અને હડાદ ગામની સોહા પટેલને નોટીસ આપવામાં આવી છે અને તેનો રીપોર્ટ પણ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો છે. ભાવનાબેન પટેલ દ્વારા અમેરિકાના શિકાગોથી વીડિયો મોકલવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે શાળાના ઈન્ચાર્જ આચાર્ય પારૂલબેન મહેતાએ મારી પાસે રૂપિયાની માંગણી કરી છે.