Dang news : શિકારની શોધમાં નીકળેલા ખૂંખાર દીપડાનો વીડિયો વાયરલ, રાત્રે જંગલમાં કારમાંથી નીચે નહીં ઉતરવા પ્રવાસીઓને અપીલ

Jul 6, 2025 - 11:00
Dang news : શિકારની શોધમાં નીકળેલા ખૂંખાર દીપડાનો વીડિયો વાયરલ, રાત્રે જંગલમાં કારમાંથી નીચે નહીં ઉતરવા પ્રવાસીઓને અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ડાંગમાં ફરવા જતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ડાંગના ગીરા ધોધ, શંકર ધોધ અને શિવ ઘાટ સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભીડ જામી છે. સાપુતારામાં પણ વાતાવરણ આહ્લાદક હોવાથી લોકોની ભીડ જામી છે. ત્યારે પ્રવાસીઓથી ધમધમી રહેલા ડાંગમાં એક દીપડાનો વીડિયો વાયરલ થયો છે. રોડ પરથી પસાર થતાં દીપડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

દીપડો કાર ચાલકના મોબાઈલ કેમરામાં થયો કેદ

ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. આ દરમિયાન રાતના સમયે વઘઈથી સાપુતારા જતા માર્ગ પર કોઈ કાર ચાલકે દીપડાનો વીડિયો ઉતાર્ય હતો. શિકારની શોધમાં જતાં દીપડો પ્રવાસીના કેમેરામાં કેદ થઈ ગયો હતો. રાતના અંધકારમાં કાર ચાલકે દીપડાનો વીડિયો ઉતાર્યો હતો. રસ્તા પર જંગલી જાનવરોની અવરજવર હોવાને કારણે પ્રવાસીઓને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ છે.

દીપડા સહિતના જંગલી જાનવરો રોડ પર ફરતા થયાં

ડાંગ જિલ્લામાં રાતના અંધકારમાં શિકારની શોધમા દીપડા સહિતના જંગલી જાનવરો રોડ પર ફરતા થયાં છે. હાલમાં ચોમાસાની સિઝનમાં રોડ પર પ્રવાસીઓની અવરજવર વધુ હોવાથી વન વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આ ઉપરાંત પ્રવાસીઓને જંગલમાંથી પસાર થતી વખતે કારમાંથી નીચે નહીં ઉતરવા પણ અધિકારીઓએ અપીલ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0