Dang News: વન વિભાગનો સપાટો, 1.65 લાખના ગેરકાયદે સાગના લાકડા સાથે એક શખ્સની અટકાયત કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વન સંપદાની ચોરી કરનારા તત્વો સામે વન વિભાગે લાલ આંખ કરી છે. આજે તારીખ 05 માર્ચ 2026 ના રોજ વઘઈ રેન્જમાં વન વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઉગાના ગામેથી લાખોની કિંમતના ગેરકાયદે સાગના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. નાયબ વન સંરક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ આ દરોડો પાડવામાં આવ્યો હતો.
બાતમીના આધારે ઘરમાં રેડ
પ્રાપ્ત વિગતો અનુસાર, નાયબ વન સંરક્ષક નિરજ કુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે વન વિભાગની ટીમ અને વઘઈ પોલીસે ઉગાના ગામે રહેતા વિનોદભાઈ તુળશીરામભાઈ ભગરેના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરના પરિસરમાંથી કોઈ પણ પ્રકારની પાસ-પરમિટ વગરના સાગના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
કુલ 295 નંગ સાગ અને મશીનરી જપ્ત
તલાશી દરમિયાન અધિકારીઓને સાગના લાકડાના 295 નંગ (1.569 ઘનમીટર) મળી આવ્યા હતા. આ ઉપરાંત, ત્યાં ગેરકાયદેસર રીતે ફર્નિચર બનાવવાનું કામ ચાલતું હોવાનું પણ બહાર આવ્યું છે, કારણ કે સ્થળ પરથી રંધા મશીન અને કટર મશીન જેવા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. વન વિભાગના અંદાજ મુજબ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹1,65,000 થાય છે.
આરોપીની અટકાયત અને તપાસ
વન વિભાગે આ મામલે વિનોદભાઈ ભગરેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાગના લાકડા કયા જંગલ વિસ્તારમાંથી કાપવામાં આવ્યા હતા અને તેની પાછળ અન્ય કોઈ મોટી ગેંગ સક્રિય છે કે કેમ, તે દિશામાં વન વિભાગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ડાંગમાં વન વિભાગની આ આક્રમક કાર્યવાહીથી લાકડા ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો - Dangના બરડીપાડા-મહાલ માર્ગ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

