Dang News: જામ્યો રાજકીય જંગ: વઘઈ તાલુકા પંચાયતમાં 8-8 ની ટાઈ, સભ્યોને બચાવવા ભાજપ-કોંગ્રેસ વચ્ચે રિસોર્ટ પોલિટિક્સ શરૂ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ડાંગના વઘઈ તાલુકા પંચાયતમાં હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. કુલ 16 બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસ બંનેને ફાળે 8-8 બેઠકો આવતા ટાઈ પડી છે. સત્તાનું પલ્લું કઈ તરફ નમશે તે અનિશ્ચિત હોવાથી બંને પક્ષોએ પોતાના સભ્યોને સાચવવા માટે કવાયત તેજ કરી છે અને સભ્યોની 'જોડતોડ'ની રાજનીતિ શરૂ થઈ છે.
મોબાઈલ બંધ અને સભ્યો ભૂગર્ભમાં
પરિણામ જાહેર થતા જ હોર્સ ટ્રેડિંગના ડરથી કોંગ્રેસે તેના 8 વિજેતા સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે. ડાંગ કોંગ્રેસના ચાણક્ય ગણાતા મંગલ ગાવિતે તમામ સભ્યોના મોબાઈલ ફોન પણ બંધ કરાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે. સામા પક્ષે ભાજપે પણ પોતાના 8 સદસ્યોને સુરક્ષિત સ્થળે ભૂગર્ભમાં ઉતારી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગલ ગાવિતના સંપર્કમાં ભાજપના બે સભ્યો હોવાની ચર્ચાએ રાજકીય ગરમાવો વધાર્યો છે.
ભાજપનો સત્તાનો દાવો અને ચિઠ્ઠી પ્રથાની શક્યતા
એક તરફ કોંગ્રેસ પકડ મજબૂત કરી રહી છે, તો બીજી તરફ ભાજપે પણ વઘઈ તાલુકા પંચાયત પર સત્તા મેળવવાનો દાવો ઠોક્યો છે. આ ખેંચતાણ વચ્ચે વઘઈ ચૂંટણી અધિકારીએ ટાઈ થયેલી પંચાયતનો વિગતવાર રિપોર્ટ રાજ્ય ચૂંટણી આયોગને મોકલી આપ્યો છે. જો કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નહીં થાય, તો પંચાયત ધારા મુજબ 'ચિઠ્ઠી' ઉછાળીને પ્રમુખ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.
હવે જોવાનું એ રહેશે કે વઘઈનું સિંહાસન કોના ફાળે જાય છે—ભાજપના કેસરિયા કે કોંગ્રેસના પંજાના?
આ પણ વાંચો - Dang News: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ 40 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપાયા, પોલીસની સરાહનીય કામગીરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

