Dang: જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, વહીવટી તંત્રએ જનતાને ગેરમાર્ગે ન દોરાવા કરી અપીલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ડાંગ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાઓ વહેતી થઈ છે. આ અફવાઓને કારણે નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો અને પેટ્રોલ પંપો પર ભીડ જોવા મળી રહી હતી. જોકે, હવે આ મામલે ડાંગ જિલ્લા પુરવઠા અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈએ પણ ગભરાવાની જરૂર નથી.
ખુલ્લા પાત્રમાં વેચાણ પર પ્રતિબંધ
જિલ્લા વહીવટી તંત્રએ વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ પેટ્રોલ પંપ સંચાલકોને કડક સૂચના આપી છે. હવેથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતું જ સીમિત રહેશે. કોઈપણ વ્યક્તિને કેન, પ્લાસ્ટિકની બોટલો કે બેરલ જેવા અન્ય પાત્રોમાં ઈંધણ આપવામાં આવશે નહીં. આ નિર્ણય સંગ્રહખોરી અટકાવવા માટે લેવામાં આવ્યો છે.
અફવાઓથી દૂર રહેવા અપીલ
જિલ્લા પુરવઠા વિભાગે જનતાને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતા પાયાવિહોણા મેસેજથી ગેરમાર્ગે દોરાવું નહીં. જિલ્લામાં સપ્લાય ચેઈન રાબેતા મુજબ કાર્યરત છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઈસમ જાણીજોઈને કૃત્રિમ અછત ઉભી કરવાનો પ્રયાસ કરશે અથવા ઈંધણની સંગ્રહખોરી કરતા ઝડપાશે, તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Valsad: કપરાડામાં ટ્રક સળગવાની ઘટનામાં મોટો વળાંક, 900 બેગ પ્લાસ્ટિકના દાણા વેચી પુરાવા નાશ કરવા ટ્રકને આગ ચાંપી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

