Dahodમાં બે ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 5 મુસાફરો થયા ઈજાગ્રસ્ત

દાહોદમાં 2 ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં સર્જાયો છે જેમાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે,ઘટનામા એક બસે બીજી બસને ટક્કર મારતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા,ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી,પીપલોદ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. એક બસે બીજી બસને ટક્કર મારતા અકસ્માત દાહોદમાં આમ પણ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે,એક બસ રોડ પર ઉભી હતી તે દરમિયાન બીજી બસે આવીને ટક્કર મારતા બસ રોડની સાઈડ પર ઉતરી ગઈ હતી આ ઘટનામાં પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,ત્યારે અન્ય મુસાફરો સહી સલામત હોવાથી તેમને બીજી બસ મારફતે તેમના સ્થળ પર મોકલવામાં આવ્યા છે.હાઈવે ઓથોરીટીની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથધરી છે. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ મોકલી આપ્યા છે,હાલમાં પ્રાથમિક સારવાર હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે તો જે મુસાફરો સ્વસ્થ થઈ ગયા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે,મહત્વનું છે કે પોલીસે મુસાફરો અને ડ્રાઈવરના નિવેદન પણ નોંધ્યા છે,હાલમાં આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ પોલીસની તપાસ બાદ ફરિયાદ પણ નોંધાઈ શકે છે. એક અઠવાડિયા પહેલા પણ સર્જાયો હતો અકસ્માત પંચમહાલમાં ગોધરા-દાહોદ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર પસનાલ ગામના વણઝારા સમાજના માતા-પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. પીપલોદ ખાતે દીકરીના ખબર અંતર પૂછવા જઈ રહેલા માતા-પુત્રનું એકસાથે મોત થતાં પરિવાર સહિત વણઝારા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. 

Dahodમાં બે ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 5 મુસાફરો થયા ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં 2 ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં સર્જાયો છે જેમાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે,ઘટનામા એક બસે બીજી બસને ટક્કર મારતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા,ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી,પીપલોદ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો.

એક બસે બીજી બસને ટક્કર મારતા અકસ્માત

દાહોદમાં આમ પણ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે,એક બસ રોડ પર ઉભી હતી તે દરમિયાન બીજી બસે આવીને ટક્કર મારતા બસ રોડની સાઈડ પર ઉતરી ગઈ હતી આ ઘટનામાં પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,ત્યારે અન્ય મુસાફરો સહી સલામત હોવાથી તેમને બીજી બસ મારફતે તેમના સ્થળ પર મોકલવામાં આવ્યા છે.હાઈવે ઓથોરીટીની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથધરી છે.


ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા

ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ મોકલી આપ્યા છે,હાલમાં પ્રાથમિક સારવાર હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે તો જે મુસાફરો સ્વસ્થ થઈ ગયા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે,મહત્વનું છે કે પોલીસે મુસાફરો અને ડ્રાઈવરના નિવેદન પણ નોંધ્યા છે,હાલમાં આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ પોલીસની તપાસ બાદ ફરિયાદ પણ નોંધાઈ શકે છે.

એક અઠવાડિયા પહેલા પણ સર્જાયો હતો અકસ્માત

પંચમહાલમાં ગોધરા-દાહોદ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર પસનાલ ગામના વણઝારા સમાજના માતા-પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. પીપલોદ ખાતે દીકરીના ખબર અંતર પૂછવા જઈ રહેલા માતા-પુત્રનું એકસાથે મોત થતાં પરિવાર સહિત વણઝારા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.