Dahodના ધાનપુરમાં પરણિત પ્રેમિકાએ પાડોશીની મદદ લઈ પ્રેમીની કરી હત્યા

Feb 1, 2025 - 15:30
Dahodના ધાનપુરમાં પરણિત પ્રેમિકાએ પાડોશીની મદદ લઈ પ્રેમીની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધાનપુરના પીપેરોમાં પ્રેમીથી છૂટકારો પામવા પાડોશીની મદદ લઇ પરણીત પ્રેમિકાએ પ્રેમીની હત્યા કરી નાખી ,બંને જણા મૃતદેહને ગાડીમાં ભરીને સાદરા ગામે ફેંકી આવ્યા,પોલીસે હત્યારાઓની કરી ધરપકડ.

મૃતદેહને દૂર જઈને ફેંકી આવ્યા

ધાનપુર તાલુકાના પીપેરો ગામના યુવકને તેના ફળિયામાં રહેતી એક પરણીતા સાથે આડા સંબંધ હતા.પરંતુ કોઈ કારણોસર તે પરણિતા આડા સંબંધ રાખવા માંગતી ન હતી જેથી પરણિતા એ તેના પાડોશી સાથે મળી યુવક ને મોતને ઘાટ ઉતારી તેની લાશ અને દેવગઢ બારીયાના સાદરા ગામે સેવાનિયાથી નગવાવ રોડની બાજુમાં ફેંકી પુરાવાનો નાશ કરી ગુનો કર્યો હતો.

મૃતક પ્રેમી પરાણે રાખવા માંગતો હતો સંબધ

પીપેરોના રાજેશભાઈ માનસિંગભાઈ બારીયાને તેના ફળિયામાં રહેતી એક પરણિતા સાથે આડો સંબંધ હતો. પરંતુ હવે આડો સંબંધ રાખવા માંગતી ન હતી ત્યારે રાજેશભાઈ બારીયા પરણિતા સાથે હજી આડા સંબંધ રાખવા માંગતો હતો જેના કારણે રાજેશભાઈનો કાંટો કાઢવા પરણિતા એ તેના ફળિયાના રાજુભાઈ ગણાવા નામના યુવકની મદદ લીધી હતી પ્રેમી રાજેશભાઈ બારીયાને મળવા બોલાવ્યો હતો. તારીખ 22 જાન્યુઆરી રોજ મળવા આવતા તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારબાદ બન્ને જણાએ પ્રેમી રાજેશભાઈના મૃતદેહને કારમાં લઈ જઈ દેવગઢબારિયા તાલુકાના સાદરા ગામે સેવાનિયાથી નગવાવ ગામ તરફ જતા રોડની જમણી બાજુના ભાગે ફેકી પુરાવાનો નાશ કર્યો હતો.

મૃતકની પત્નીએ નોંધાવી ફરિયાદ

રાજેશભાઈનો પત્તો ન લાગતા આસપાસ તેની તપાસ કરવામા આવી હતી.ત્યારે બીજા દિવસે સવારે 11 વાગ્યાના સુમારે રાજેશભાઈનો મૃતદેહ મળી આવતા સાગટાળા પોલીસને જાણ કરાઈ હતી આ સંબંધે પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી. ત્યારે મૃતક રાજેશભાઈ બારીયાની પત્ની ધોળીબેન બારીયાને મનીષા ઉપર શંકા હોવાથી પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરતા ભેદ ભૂલી ગયો હતો જેથી મૃતકની પત્ની ધોળીબેને આ બાબતે બંને વિરૂદ્ધ કરવા પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવો પોલીસે બંને ધરપકડ કરી તપાસ હાથધરી હતી.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0