Dahod:કેન્સરની બીમારીથી કંટાળેલી મહિલાનો કૂવામાં પડી આપઘાત

Dec 2, 2025 - 03:30
Dahod:કેન્સરની બીમારીથી કંટાળેલી મહિલાનો કૂવામાં પડી આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુખસર તાલુકાના કુંડલા ગામના આશરે 45 વર્ષીય મહિલા છેલ્લા દસેક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. બીમારીથી વાજ આવેલા મહિલાએ અસહ્ય પીડામાંથી છુટકારો મેળવવા આખરે કુવામાં મોતનો ભૂસકો મારી મોત વહાલું કરતા ચકચાર મચી જવા પામી છે.

સુખસર તાલુકાના કુંડલા ગામના ઉંમરીમાળ ફળિયામાં રહેતા સુશીલાબેન હીરાભાઈ ડામોર ઉંમર વર્ષ આશરે 45 નાઓને સંતાનમાં ત્રણ પુત્રો તથા એક પુત્રી છે. સુશીલાબેન છેલ્લા દસેક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. અને તેઓની દવા સારવાર ચાલુ હતી. તેમ છતાં બીમારીમાં કોઈ ફરક પડયો ન હતો. અને કેન્સરની બીમારીથી અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા.ત્યારે આ બીમારીથી છુટકારો મેળવવા ના છુટકે સુશીલાબેન ડામોરે આત્મહત્યા કરી લેવા ના નિર્ધાર સાથે 28 નવેમ્બરના શુક્રવારના રોજ સવારના ચારેક વાગ્યે ઘરમાંથી નીકળી કૂવામાં ભુસ્કો મારી મોત વહાલું કરી લીધું હતું. બીજી બાજુ પરિવારજનો સુશીલાબેનની શોધખોળમાં લાગ્યા હતા. પરંતુ તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં સુશીલાબેનની લાશ કૂવામાં તરતી જોવા મળી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0