Dahod News: દેવગઢ બારીઆમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલા પીપલોદ ગામમાં એક અત્યંત દૂખદ અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામના માતાનાવડ ફળિયામાં રહેતી એક પરિણીતાએ આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પરિણીતા શિલ્પાબેન ડાયરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ઘટનાની મળતી માહિતી અનુસાર, માતાનાવડ ફળિયાની રહીશ શિલ્પાબેન ડાયરા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાની આત્મહત્યાના પગલે પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આ હૃદયદ્રાવક બનાવથી મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોનું આક્રંદ છવાઈ ગયું છે.
પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક પીપલોદ પોલીસ સ્ટેશનને માહિતી આપી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
આત્મહત્યાનું રહસ્ય અકબંધ, અકસ્માતે મોતનો ગુનો નોંધાયો
શિલ્પાબેને કયા કારણોસર આટલું અંતિમ અને આત્મઘાતી પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પીપલોદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પરિવારજનોના નિવેદનો લીધા પછી જ આત્મહત્યા પાછળનું સાચું કારણ સામે આવશે.
આ પણ વાંચો - Dahod: ફતેપુરાના કરમેલ ગામમાં પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતાર્યા, પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપ્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

