Dahod News : લીમખેડામાં 17 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનની અસર, સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

Jul 3, 2025 - 00:30
Dahod News : લીમખેડામાં 17 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનની અસર, સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ફરી એક વખત ફૂડ પોઈઝનની ઘટના સામે આવી છે. દાહોદમાં 17 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનની અસર થઈ છે. લીમખેડાની મોડલ રેસીડેન્સી સ્કૂલમાં ફૂડ પોઈઝનીંગની ઘટના બની છે. ખીચડી ખાધા બાદ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનની અસર થઈ છે. 17 વિદ્યાર્થીનીઓને સાંજના ભોજનમાં ખીચડી ખાધા બાદ ફુડ પોઈઝનીંગની અસર થઈ છે.

ખીચડી ખાદ્યા બાદ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનની થઈ અસર

હાલમાં ફુડ પોઈઝનીંગની ઘટનાને પગલે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ બાળકીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને લાવ્યા બાદ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. દાહોદ ફૂડ વિભાગ દ્વારા ખીચડીના સેમ્પલ લેવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

દહેગામના ઝાક ગામમાં પણ 106 બાળકને થયું હતું ફૂડ પોઈઝન

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ ગાંધીનગરના દહેગામના ઝાક ગામમાં પણ 106 બાળકને ફૂડ પોઈઝન થયું હતું. જેએમ દેસાઈ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. સ્કૂલના છાત્રાલયમાં ભોજન આરોગ્યા બાદ અસર થઈ હતી અને બાળકોને આંખે ઝાંખું દેખાવાની સમસ્યા થઈ હતી. 225માંથી 106 બાળકોને ફૂટ પોઈઝનિંગની અસર થઈ હતી. ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી હતી. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0