Dahod News: લીમખેડાના ધડેલા પાસે કાર અને બે ટ્રક વચ્ચે ટક્કર, ટ્રાફિક જામ

Jun 12, 2026 - 23:00
Dahod News: લીમખેડાના ધડેલા પાસે કાર અને બે ટ્રક વચ્ચે ટક્કર, ટ્રાફિક જામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. લીમખેડા તાલુકાના ધડેલા ગામ નજીક હાઈવે પર એક કાર અને બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, વાહનોની ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

મુસાફરોનો આબાદ

ઘટનાની મળતી માહિતી અનુસાર, હાઈવે પર જઈ રહેલી એક કાર અને બે ટ્રકો એકબીજા સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારનો કુરચો બોલી ગયો હતો, પરંતુ સદનસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ટ્રિપલ અકસ્માતમાં જે લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, તેમને સ્થાનિકોની મદદથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની તીવ્રતા જોતા અહીં મોટી જાનહાનિ ટળી છે, જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

અમદાવાદ-ઇન્દોર હાઈવે પર ટ્રાફિક જામ

બીજી તરફ, વ્યસ્ત ગણાતા અમદાવાદ-ઇન્દોર હાઈવે પર આ અકસ્માતને કારણે વાહનોના પૈડાં થંભી ગયા હતા અને બંને બાજુએ ટ્રાફિકની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ લીમખેડા પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ક્રેન અને જેસીબીની મદદથી હાઇવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ તંત્ર દ્વારા વાહનો આડા કરીને હાઈવે પરનો વાહન વ્યવહાર પૂર્વવત કરવાના યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો - Dahodના ફતેપુરામાં ખાતર ડેપો બંધ રહેતા વહેલી સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોમાં ભારે રોષ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0