Dahod News: ધાનપુરમાં ગ્રામસભા બની રણમેદાન, મોટીમલુ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોના મુદ્દે ઉગ્ર મારામારી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલી મોટીમલુ ગ્રામ પંચાયતની ગ્રામસભા ભારે વિવાદમાં સપડાઈ છે. ગત 15 તારીખે તલાટીની હાજરીમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન ગામના જ એક યુવકે પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો અને હિસાબો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. આ બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, અને જોતજોતામાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.
સરપંચના પરિવારે હુમલો કર્યાનો આક્ષેપ, વીડિયો વાયરલ
પ્રશ્નો પૂછનાર યુવક પર સરપંચના પિતા અને તેમના પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. ગ્રામસભા દરમિયાન થયેલી આ મારામારીનો લાઈવ વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં જ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં સરપંચ પરિવારના આવા વર્તન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ધાનપુર પોલીસ સ્ટેશનમાં સામસામે BNS હેઠળ ગુનો દાખલ
આ હિંસક ઘટના બાદ બંને પક્ષો રજૂઆત કરવા માટે ધાનપુર પોલીસ સ્ટેશન ખાતે સામસામે આવી પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને બંને પક્ષોની ફરિયાદોના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ સામસામે ગુના દાખલ કર્યા છે.
પોલીસે હાથ ધરી કાયદેસરની તપાસ
વાયરલ વીડિયો અને પ્રાથમિક માહિતીના આધારે ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગ્રામસભા જેવા સરકારી મંચ પર થયેલી આ હિંસક ઘટનાને પગલે પોલીસે નિવેદનો નોંધવાની સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - 18 August Top News: 18 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

