Dahod: DYSPનો ડ્રાઈવર જ બુટલેગરનો ખબરી નીકળ્યો, પોલીસે કરી અટકાયત

ડ્રાઈવર જ બુટલેગરનો ખબરી નીકળતા ચકચાર મચીમોબાઈલનો ડેટા કઢાવતા સમગ્ર વિગતો આવી બહારLCBએ કુલ રૂપિયા 6,62,480નો મુદ્દામાલ કબજે કર્યો દાહોદ જિલ્લામાં લીમખેડા ડીવીઝનના DYSP એમ.ડી.વ્યાસનો ડ્રાઈવર જ બુટલેગરનો ખબરી નીકળતા ચકચાર મચી હતી. દાહોદ એલસીબી પોલીસની ટીમે 7 તારીખના રોજ રાત્રિના નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીના સમયગાળામાં લીમખેડા વિશ્રામ ગૃહ સામે રોડ પર જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીના આધારે દર્શાવેલી નંબરવાળી બોલેરો ગાડી લીમખેડા વિશ્રામ ગૃહ સામે રોડ પર આવતા જ વોચમાં ઉભેલી એલસીબીએ બોલેરો ગાડી રોકી ચારે બાજુથી ઘેરી લીધી હતી. LCBએ કુલ રૂપિયા 6,62,480નો મુદ્દામાલ કબજે કર્યો એલસીબીએ ગાડી રોકીને બોલેરો ગાડીની તપાસ હાથ ધરી હતી. બોલેરો ગાડીમાંથી રૂપિયા 1,62,480ની કુલ કિંમતની ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂની કુલ 1104 બોટલ પકડી પાડી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂપિયા પાંચ લાખની કિંમતની બોલેરો ગાડી મળી કુલ રૂપિયા 6,62,480નો મુદ્દામાલ કબજે લઈ બોલેરો ગાડીના ચાલક મધ્યપ્રદેશના વરજેર ગામના રિતેશભાઈ મકનસિંહ ચૌહાણ તથા વરજેર ગામના વિશાલભાઈ હિમસિંગભાઈ બારીયાની અટકાયત કરી હતી. મોબાઈલનો ડેટા કઢાવતા પોલીસ જ બુટલેગરોનો ખબરી હોવાનું સામે આવ્યુ તેમજ લીમખેડાના બુટલેગર લક્ષ્મણ ડામોર સહિત ત્રણ લોકો વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તપાસમાં એલસીબી પોલીસે આરોપીઓના મોબાઈલ ડેટા કઢાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ જ બુટલેગરોનો ખબરી હોવાનું સામે આવ્યુ હતુ. દાહોદ જીલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની કડક સુચના અને માર્ગદર્શન હેઠળ લીમખેડા ડીવાયએસપીની ગાડીના ડ્રાઈવર ભુપેન્દ્ર રાઠોડની બુટલેગર સાથે સાંઢગાઠને લઈને તેઓ સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. દાહોદ એલસીબીએ તાત્કાલિક ડ્રાઈવર ભુપેન્દ્ર રાઠોડની અટકાયત કરી હતી અને તેની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 2014થી ભુપેન્દ્ર રાઠોડ રિતેશ મકનસિંહ ચૌહાણ કે જે પીપલોદમાં પ્રાઈવેટ વાહન ચલાવતો હતો, તે દરમિયાન જ તેના સંપર્કમાં હતો અને છેલ્લા છ મહિનાથી દારૂ લઈને તે આવતો હોય, ત્યારે ભુપેન્દ્ર રાઠોડ તેને જાણ કરતો કે પોલીસ કયા કયા ઉભી છે અને માહિતી આપી તેની મદદ કરતો હતો. હાલ તો એલસીબી પોલીસે તેને ઝડપી તેની સામે ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લા પોલીસ વડા શું કાર્યવાહી કરશે તે એક પ્રશ્ન? ત્યારે એક વાત અહીં કહેવાય કે જીલ્લા પોલીસ વડા ડો.રાજદીપ સિંહ ઝાલા દારૂ બંધી કરવા માટે એટલા કડક રહ્યા છે કે પોલીસ જ પોલીસ ને છોડતી નથી. અગાઉ પણ કેટલાક સમય પહેલા ઝાલોદ તાલુકામાં એક કોન્સ્ટેબલ દારૂ સાથે ઝડપાયો હતો. તે પોલીસ કોન્સ્ટેબલને પણ ડો.રાજદીપસિંહ ઝાલાએ ડીસમીસ કરી ઘરે બેસાડી દીધો હતો. પરંતુ દાહોદ જીલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલો હોવાથી અહીં સરળતાથી બુટલેગરો અંતરિયાળ રસ્તાઓ ઉપરથી દારૂ ગુજરાતમાં ઘુસાડી દેતાઓ હોય છે. ત્યારે હવે જીલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા આ પોલીસના ડ્રાઈવરને સસ્પેન્ડ કરે છે કે પછી ડીસમીસ તે હવે જોવું રહ્યું.

Dahod: DYSPનો ડ્રાઈવર જ બુટલેગરનો ખબરી નીકળ્યો, પોલીસે કરી અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડ્રાઈવર જ બુટલેગરનો ખબરી નીકળતા ચકચાર મચી
  • મોબાઈલનો ડેટા કઢાવતા સમગ્ર વિગતો આવી બહાર
  • LCBએ કુલ રૂપિયા 6,62,480નો મુદ્દામાલ કબજે કર્યો
દાહોદ જિલ્લામાં લીમખેડા ડીવીઝનના DYSP એમ.ડી.વ્યાસનો ડ્રાઈવર જ બુટલેગરનો ખબરી નીકળતા ચકચાર મચી હતી. દાહોદ એલસીબી પોલીસની ટીમે 7 તારીખના રોજ રાત્રિના નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીના સમયગાળામાં લીમખેડા વિશ્રામ ગૃહ સામે રોડ પર જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીના આધારે દર્શાવેલી નંબરવાળી બોલેરો ગાડી લીમખેડા વિશ્રામ ગૃહ સામે રોડ પર આવતા જ વોચમાં ઉભેલી એલસીબીએ બોલેરો ગાડી રોકી ચારે બાજુથી ઘેરી લીધી હતી.

LCBએ કુલ રૂપિયા 6,62,480નો મુદ્દામાલ કબજે કર્યો

એલસીબીએ ગાડી રોકીને બોલેરો ગાડીની તપાસ હાથ ધરી હતી. બોલેરો ગાડીમાંથી રૂપિયા 1,62,480ની કુલ કિંમતની ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂની કુલ 1104 બોટલ પકડી પાડી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂપિયા પાંચ લાખની કિંમતની બોલેરો ગાડી મળી કુલ રૂપિયા 6,62,480નો મુદ્દામાલ કબજે લઈ બોલેરો ગાડીના ચાલક મધ્યપ્રદેશના વરજેર ગામના રિતેશભાઈ મકનસિંહ ચૌહાણ તથા વરજેર ગામના વિશાલભાઈ હિમસિંગભાઈ બારીયાની અટકાયત કરી હતી.

મોબાઈલનો ડેટા કઢાવતા પોલીસ જ બુટલેગરોનો ખબરી હોવાનું સામે આવ્યુ

તેમજ લીમખેડાના બુટલેગર લક્ષ્મણ ડામોર સહિત ત્રણ લોકો વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તપાસમાં એલસીબી પોલીસે આરોપીઓના મોબાઈલ ડેટા કઢાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ જ બુટલેગરોનો ખબરી હોવાનું સામે આવ્યુ હતુ. દાહોદ જીલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની કડક સુચના અને માર્ગદર્શન હેઠળ લીમખેડા ડીવાયએસપીની ગાડીના ડ્રાઈવર ભુપેન્દ્ર રાઠોડની બુટલેગર સાથે સાંઢગાઠને લઈને તેઓ સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. દાહોદ એલસીબીએ તાત્કાલિક ડ્રાઈવર ભુપેન્દ્ર રાઠોડની અટકાયત કરી હતી અને તેની સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 2014થી ભુપેન્દ્ર રાઠોડ રિતેશ મકનસિંહ ચૌહાણ કે જે પીપલોદમાં પ્રાઈવેટ વાહન ચલાવતો હતો, તે દરમિયાન જ તેના સંપર્કમાં હતો અને છેલ્લા છ મહિનાથી દારૂ લઈને તે આવતો હોય, ત્યારે ભુપેન્દ્ર રાઠોડ તેને જાણ કરતો કે પોલીસ કયા કયા ઉભી છે અને માહિતી આપી તેની મદદ કરતો હતો. હાલ તો એલસીબી પોલીસે તેને ઝડપી તેની સામે ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જીલ્લા પોલીસ વડા શું કાર્યવાહી કરશે તે એક પ્રશ્ન?

ત્યારે એક વાત અહીં કહેવાય કે જીલ્લા પોલીસ વડા ડો.રાજદીપ સિંહ ઝાલા દારૂ બંધી કરવા માટે એટલા કડક રહ્યા છે કે પોલીસ જ પોલીસ ને છોડતી નથી. અગાઉ પણ કેટલાક સમય પહેલા ઝાલોદ તાલુકામાં એક કોન્સ્ટેબલ દારૂ સાથે ઝડપાયો હતો. તે પોલીસ કોન્સ્ટેબલને પણ ડો.રાજદીપસિંહ ઝાલાએ ડીસમીસ કરી ઘરે બેસાડી દીધો હતો. પરંતુ દાહોદ જીલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલો હોવાથી અહીં સરળતાથી બુટલેગરો અંતરિયાળ રસ્તાઓ ઉપરથી દારૂ ગુજરાતમાં ઘુસાડી દેતાઓ હોય છે. ત્યારે હવે જીલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા આ પોલીસના ડ્રાઈવરને સસ્પેન્ડ કરે છે કે પછી ડીસમીસ તે હવે જોવું રહ્યું.