Dahod: દેલસર ગામે બંધ મકાનમાંથી સોના, ચાંદી, રોકડ સાથે કાર ચોરી જતાં તસ્કરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ તાલુકાના દેલસર ગામે એક સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના ચાંદીના-દાગીના તેમજ રોકડા રૂપિયાની સાથે સાથે એક ફોરવ્હીલર ગાડીની પણ તસ્કરો ચોરી કરી લઈ નાસી જતા વિસ્તારમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ચોરીના બનાવમાં તસ્કરો કુલ રૂપિયા 2,69,600ની મત્તાની ચોરી કરી લઈ નાસી ગયા હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં વાહન ચોર ટોળકીની સાથે સાથે ઘરફેડ ચોરી કરનાર તસ્કરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે.. ત્યારે દાહોદના દેલસર ગામે ઉકરડી રોડ ખાતે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં એક બંધ મકાનમાં થયેલ ચોરીને પગલે વિસ્તારમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જેમાં ગત તારીખ 18 મી જુલાઈના રોજ ઉપરોક્ત સોસાયટીમાં રહેતા ગૌરવકુમાર રમેશભાઈ હઠીલાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાન ઉપર ચઢી મકાનની બારી ખોલી મકાનમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. મકાનમાં મૂકી રાખેલ તિજોરીમાંથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા 29,600, રોકડા રૂપિયા 25,000ની સાથે સાથે ઘર માં મુકલત ફેર વીલર ગાડી ની ચાવી લઈ ઘરની બહાર લોક મારી પાર્ક ગાડી કિંમત રૂપિયા 2,15,000ની પણ તસ્કરો ચોરી કરી લઈ નાસી ગયા હતા.
આમ, તસ્કરો કુલ રૂપિયા 2,69,600ની મતતાની ચોરી કરી લઈ નાસી જતા આ સંબંધે ગૌરવકુમાર રમેશભાઈ હઠીલાએ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?






