Dahod: દાહોદ પોલીસે ટેકનોલોજીના આધારે આરોપીને ઝડપ્યો, જુઓ Video

Jan 29, 2025 - 16:00
Dahod: દાહોદ પોલીસે ટેકનોલોજીના આધારે આરોપીને ઝડપ્યો, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં આવેલા ઝાલોદના વરોડ ગામમાં ધાર્મિકસ્થળમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ધાર્મિક સ્થળને નિશાન બનાવીને ચોરીનો અંજામ આપ્યો હતો. આખરે પોલીસે ટેકનોલોજીના આધારે આરોપીને ઝડપ્યો છે.

મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલ મંદિરમાં તસ્કરોએ નિશાન બનાવી ભગવાનને પહેરાવેલા સોના ચાંદીના આભૂષણો તેમજ રોકડ મળી કુલ રૂપિયા સાડા પાંચ લાખની મત્તાનો હાથ ફેરો કરી તસ્કરો ફરાર થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. અને આ અંગેની ફરિયાદ નોંધાવી આવું નિંદનીય કૃત્ય કરનારાઓને સખતમાં સખત સજા કરવાની માગણી કરી અને જાે પોલીસ તેમાં નિષ્ફળ જશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા ઝાલોદ તાલુકા સહીત જિલ્લા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, જોકે દાહોદ પોલીસે ડ્રોનથી લાઇવ ફૂટેજની મદદથી ચોરીના આરોપીને પકડ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો?

વહેલી સવારના સાડા ચાર વાગ્યાના સુમારે વરૂણ ગામે રહેતા અશ્વિન ભાઈ પટેલ પોતાના ગામમાં આવેલ મંદિરે નિત્યક્રમ મુજબ દર્શન કરવા આવ્યા હતા. તે વખતે મંદિરનો મુખ્ય ગેટ બંધ હતો અને મંદિરનો મુખ્ય દરવાજાે ખુલ્લો જાેવા મળતા તેઓ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરી જાેતા મંદિરના મુખ્ય દરવાજાનાં તાળા તૂટેલા જાેવા મળતા તેઓને કંઈક અજુગતું બન્યા ની શંકા જતા તેઓએ મંદિરમાં પ્રવેશ કરી જાેતા મંદિરમાં ભગવાનને પહેરાવેલા આભૂષણો તેમજ ચાંદીનો નાગ વગેરે જાેવા ન મળતા તેમજ પેટી તેમજ કબાટ તૂટેલી હાલતમાં જાેવા મળતા અને તેમાંનો સાર સામાન વેરવિખેર હાલતમાં પડેલો જાેવા મળતા મંદિરમાં ચોરી થઈ હોવાનું સ્પષ્ટ પણે જાેવાતા તેઓએ મંદિરમાં થયેલ ચોરીની ઘટનાની જાણ ગામ લોકોને કરતા ગામ લોકોના ટોળેટોળા ગામના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. અને ઘટના અંગેની જાણ પોલીસને કરતા પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિનો તાગ મેળવી ઝીણવટ ભરી તપાસ બાદ આખરે પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0