Dahodમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો, અલગ-અલગ બ્રાન્ડના 370 ડબ્બા જપ્ત
દાહોદના બલૈયા રોડ પર ગોડાઉનમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. અલગ-અલગ બ્રાન્ડના શંકાસ્પદ તેલના 370 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ તેલના નમૂના લેવાની સાથે પરિક્ષણ માટે મોકલાયા છે.મળતી માહિતી મુજબ, બલૈયા રોડ ઉપર આવેલ વેપારીના ત્યા ઉતરતો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો. બાલાશિનોરથી આઇશરમા આવેલ અલગ અલગ બ્રાન્ડનો તેલનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સામાજીક આગેવાનની સતર્કતાને પગલે તેલના શંકાસ્પદ 370 જેટલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગ ને બોલાવી તેલના નમુના લેવાયા છે. જેમાં કમલ, રસોઈ કિગ, કલશ,અને સ્વાદ જેવી બ્રાન્ડના તેલના ડબ્બા ગાડીમાથી ઉતરતા સમયે ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. મામલતદાર દ્વારા તેલ નો જથ્થો જપ્ત કરી નમુના પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.અહીં મોટા પ્રમાણમાં અહીં લોકોના આરોગ્ય સાથે છેડા કરવાનો એક પેતરો ગોઠવવામાં આવી રહ્યો હતો. અહીં સવાલો SOGએ સીધા જ ફૂડ વિભાગ સામે ઉભા કર્યા છે. કેમ કે આ જવાબદારી સીધી ફૂડ વિભાગની રહે છે. જિલ્લામાં જ્યારે ફૂડ વિભાગ કામ કરતું હોય ત્યારે ચોક્કસ આ પ્રકારની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખવામાં આવવું જોઈએ...ફૂડ વિભાગ અને FSLને પણ આ સમગ્ર બાબતે જાણ કરાઈ છે. તેલમાં લાખોથી વધુ કિંમતનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો છે. હાલ તો શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ FSLએ તપાસ માટે તજવીજ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદના બલૈયા રોડ પર ગોડાઉનમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. અલગ-અલગ બ્રાન્ડના શંકાસ્પદ તેલના 370 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ તેલના નમૂના લેવાની સાથે પરિક્ષણ માટે મોકલાયા છે.
મળતી માહિતી મુજબ, બલૈયા રોડ ઉપર આવેલ વેપારીના ત્યા ઉતરતો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો. બાલાશિનોરથી આઇશરમા આવેલ અલગ અલગ બ્રાન્ડનો તેલનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સામાજીક આગેવાનની સતર્કતાને પગલે તેલના શંકાસ્પદ 370 જેટલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગ ને બોલાવી તેલના નમુના લેવાયા છે. જેમાં કમલ, રસોઈ કિગ, કલશ,અને સ્વાદ જેવી બ્રાન્ડના તેલના ડબ્બા ગાડીમાથી ઉતરતા સમયે ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. મામલતદાર દ્વારા તેલ નો જથ્થો જપ્ત કરી નમુના પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
અહીં મોટા પ્રમાણમાં અહીં લોકોના આરોગ્ય સાથે છેડા કરવાનો એક પેતરો ગોઠવવામાં આવી રહ્યો હતો. અહીં સવાલો SOGએ સીધા જ ફૂડ વિભાગ સામે ઉભા કર્યા છે. કેમ કે આ જવાબદારી સીધી ફૂડ વિભાગની રહે છે. જિલ્લામાં જ્યારે ફૂડ વિભાગ કામ કરતું હોય ત્યારે ચોક્કસ આ પ્રકારની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખવામાં આવવું જોઈએ...ફૂડ વિભાગ અને FSLને પણ આ સમગ્ર બાબતે જાણ કરાઈ છે. તેલમાં લાખોથી વધુ કિંમતનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો છે. હાલ તો શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ FSLએ તપાસ માટે તજવીજ હાથ ધરી છે.