Dabhoi: ગ્લોબલ વોર્મિંગ વચ્ચે સાઇકલ ઇકો ફ્રેન્ડલિ આવિષ્કાર

Jun 3, 2025 - 01:30
Dabhoi: ગ્લોબલ વોર્મિંગ વચ્ચે સાઇકલ ઇકો ફ્રેન્ડલિ આવિષ્કાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે વિશ્વ સાઇકલ દિવસ સાઇકલે માનવીને ચાલવામાં સરળતા બક્ષી છે. આજે ફ્ટિનેસ માટેનો પર્યાય બની ગઇ છે. સમગ્ર વિશ્વ અને ભારત દેશ સહિત ડભોઇ નગરમાં આજે 3 જૂન વિશ્વ સાઇકલ દિવસ તરીકે ઉજવવાય છે. ગ્લોબલ વોર્મિંગની ચિંતાના આ સમયમાં સાઇકલનુ ઇકો ફ્રેન્ડલી આવિષ્કાર તરીકે અડગ સ્થાન અકબંધ જળવાઇ રહ્યું છે.

સાઇકલની શોધ માનવ ઇતિહાસની અદભુત ખોજ છે. જેણે માનવીને કંઈપણ ગુમાવ્યા વિના ઘણુ બધુ આપ્યુ છે. કોઈપણ પ્રકારનું વાહનવ્યવહાર ભયંકર પ્રદૂષણ રોકે છે. તેમજ બેઠાડા જીવનને કારણે શરીરને કસરત પણ કરાવી શકતી નથી. તેની અનેક રોગોના ભોગી બનીએ છીએ. આજે ઘણા દેશોમાં અને મોટી મોટી કંપનીમાં તેમના કર્મચારીને પણ સાઇકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જેથી પ્રદૂષણ ઓછું થાય તેમજ દેશમાં બચત અને વિદેશી હૂંડિયામણ ઓછું વેડફાય અને આ દરેકથી પણ વધુ ફાયદાકારક તેમના કર્મચારીની સેહદ સારી થાય છે. ટેકનોલોજીના યુગમાં સાઇકલ એક એવુ વાહન છે. જૈ તેની શોધના 200 વર્ષ પછી પણ લોકો માટે ઉત્સુકતા જગાવે છે. માણસ સાઇકલની શોધ વખતથી અત્યાર સુધીમાં તેની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ ફરતો રહ્યો છે. પહેલા તે એક માનવીને ચાલવાની સરળતાનું સાધન બન્યુ તો, પછી તે એક પરિવહન વાહન બન્યુ છે. ફીઝિકલ હેન્ડીકેપ માટેની સાઇકલે અશક્ત લોકોને શક્તિ આપી દોડવાની તો ગિયરવાળી સાઇકલે તો સાઇકલની દુનિયામાં કંઈક અલગ જ છાપ ઉભી કરી છે. નાના બાળકોથી લઈ મોટા પર્યાવરણની જાળવણી પરત્વેના અભિગમના કેન્દ્રમાં સાઇકલ જેઓએ પર્યાવરણ જાગૃતતા માટે નિયમીત સાઇક્લિંગનો અભિગમ દાખવ્યો હતો. ઉપરાંત સ્થાનિક ઉદ્યોગ સાહસિકોએ એવો સંકલ્પ લીધો હતો કે, દર રવિવારે કાર કે, બાઈકનો ઉપયોગ ન કરી સાઇકલ ઉપર આંતરીક મુસાફરી કરવી. આજે પણ અનેક ઉદ્યોગ સાહસિકો રવિવારે વસાહતમાં મોંઘીદાટ કારો કે, બાઈકનો ઉપયોગ ટાળી સાઇકલ ઉપર દિવસ કાઢે છે. એક દિવસ પૂરતો જ પણ પર્યાવરણ જાળવણી પરત્વેના આ અભિગમના વ્યક્તિઓ સુધીની વિશાળ રેન્જ અને વિવિધ દેખાવ સાથેની સાઇકલ આજે બેટરી સાઇકલના રૂપમાં પણ આવી ચૂકી છે. સાઇકલમાં સામાન્ય રીતે બે પ્રકારની જોવા મળે છે. ગિયરવાળી અને ગિયર વગરની સાઇકલ. ખરા અર્થમાં આ બે પ્રકાર સાઇકલના પ્રકાર નહીં પરંતુ લક્ષણ છે. સાઇકલ તેના અનેક પ્રકારોમાં વિભાજીત છે. જે તેના આકાર, ઉપયોગને આધારે છે. રોડ બાઈક, માઉન્ટેન બાઈક, ટુરિંગ બાઈક, ફેલ્ડિંગ બાઈક, ફ્ક્સિડ ગિયર અથવા ટ્રેક બાઈક. પરિવહન વાહન નહીં હવે પરિસંચલન મશીન બની છે.

એક સમયે માંડ રૂા.100માં મળતી સાઇકલની આજે રૂા.25000 ઉપરાંત કિંમત

એક સમયે માંડ રૂા.100માં મળતી હતી. તે સાઇકલ આજે પાંચથી 25હજાર ઉપરાંતની મળે છે. ખાસ કરી શ્રમજીવીઓ માટે સાઇકલ એ પરિવહનની જીવાદોરી હતી. સાઇકલને માનવની પ્રગતિ અને પ્રગતિના પ્રતીક તરીકે સહનશીલતા આપતુ પ્રતિક મનાય છે. આજે દુકાન શોરૂમમાં ફેરવાઈ એક સમયે જયારે સાઇકલની દુકાનમાં જતા તો 2-5 પ્રકારની સાઇકલ હતી. પરંતુ આજે દુકાન શો-રૂમમાં ફેરવાઈ છે. અને વિવિધ વેરાયટી, રંગો અને સાઈઝમાં સાઇકલો આ પેટ્રોલ, ડીઝલ, ગેસ કે ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં પણ ધૂમ મચાવી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0