Dabhoi: SOUજતાં ધર્મપુરી સુધી ડામરના રોડની વરસતા વરસાદે કામગીરી

Jun 3, 2025 - 01:30
Dabhoi: SOUજતાં ધર્મપુરી સુધી ડામરના રોડની વરસતા વરસાદે કામગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડભોઇથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જવાના ધર્મપુરી સુધી રોડ ચાલુ વરસાદે ડામર રોડની કામગીરી કરાતા લોકો અચરજ પામ્યા હતા. કેટલીક જગ્યાએ રોડ પર વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા હતા. છતાં વરસાદમાં રોડ બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ રખાઇ હતી.

નાંદોદી ભાગોળથી ધરમપુરી સુધી રોડ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ચાલુ વરસાદે કામ થતું જોવા મળ્યું હતું. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોડતા આ મુખ્ય માર્ગની કામગીરીમાં બેદરકારી જોવા મળી હતી. અધિકારીઓએ રોડની કામગીરી કર્મચારીઓના ભરોસે છોડી હોવાનું જણાયું હતું. કેટલીક જગ્યાએ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હોવા છતાં પણ રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ રાખેલ હતી. પાણીમાં ડામર પાથરતા રોડની ગુણવત્તા જળવાશે કે, કેમ એ પ્રશ્ન લોકોમાં ઉદ્દભવ્યો હતો. એક તરફ્ સરકારના પૈસા વરસાદમાં પાણીમાં જાય એવું લાગી રહ્યું છે. સવારથી જ વરસાદ વરસતો હતો. છતાં પણ કોન્ટેક્ટરે વરસતા વરસાદમાં ડામર રોડનું કામ ચાલુ રાખ્યું હતું. આમ જોવા જઈએ તો ડામરનું કામ વરસાદમાં થઈ શકે નહીં છતાં વરસતા વરસાદમાં ડામર રોડનું કામ લોકોને જોવા મળ્યું હતું. કોન્ટ્રાક્ટરની કાર્યપદ્ધતિ અંગે તર્કવિતર્ક સર્જાયા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0