Dabhoi : આનંદીબેનના પુત્રી અનાર પટેલે સાસુમાના અસ્થિ વિસર્જિત કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડભોઇ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાણોદ ખાતે આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ દ્વારા અસ્થિ વિસર્જનની ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલે પોતાના પતિ જયેશ પટેલના માતૃશ્રીના અસ્થિઓનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પવિત્ર નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતીના ત્રિવેણી સંગમમાં વિસર્જન કર્યું હતું. હિન્દુ ધર્મમાં પિતૃમોક્ષ અને અસ્થિ વિસર્જન માટે ચાણોદનું ત્રિવેણી સંગમ વિશેષ મહત્વ ધરાવે છે. આ પ્રસંગે સ્થાનિક ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તમામ ધાર્મિક ક્રિયાઓ અને પૂજા-અર્ચના કરાવવામાં આવી હતી. અનાર પટેલે અત્યંત ભાવુક અને શ્રાદ્ધાપૂર્વક દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મામલતદાર પ્રવીણભાઈ જોશી, હિતેશભાઈ રાણા સહિત ચાંદોદના ડેપ્યુટી સરપંચ ભરતભાઈ ઉર્ફે યોગજી માછી તેમજ સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિધિ ધાર્મિક પરંપરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

