Cyber Fraud: 10 રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડી આચરતા માફિયાઓને કચ્છ LCBએ દબોચ્યા
દેશમાં સતત ઓનલાઈન સાઈબર ક્રાઈમની ઘટના સતત વધી રહી છે. ત્યારે અલગ અલગ 10 રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડી આચરતા બે સાયબર માફિયાઓને પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. બાતમીના આધારે પોલીસે બંને આરોપીને ભુજમાંથી દબોચી લીધા છે. આરોપી પાસેથી અલગ અલગ બેન્કના ડેબિટ કાર્ડ, પાસબુક, ચેકબુક, લેપટોપ, મોબાઈલ, આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે.રૂપિયા પડાવતા 2 શખ્સોને ભુજમાંથી ઝડપી પાડવામાં આવ્યા સાયબર ક્રાઈમના ગુન્હાને અંજામ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતા બે શખ્સોને ભુજમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસેના બાતમી આધારે ભુજના ભાનુશાલીનગરમાં આવેલા હરિરત્ન બિલ્ડિંગના ફ્લેટ નંબર 203માંથી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપી ઓનલાઈન શોપિંગ, નોકરી, કેવાયસી અપડેટ, લોન તેમજ ડિજિટલ અરેસ્ટ કરીને લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. આરોપીએ આધાર કાર્ડ, પાન કાર્ડના ખોટા દસ્તાવેજ ઉભા કરી અલગ અલગ બેન્કમાં ખાતા ખોલાવ્યા હતા. બેન્કના ખાતાનો ઉપયોગ આરોપી અલગ અલગ રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરવા માટે કરતા હતા. 42 ડેબિટ કાર્ડ અને 47 ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત પશ્ચિમ કચ્છ પોલીસે આરોપી શીશપાલ ઉર્ફે સુભાષ બાબુરામ ધનારામ અને ગોવિંદરામ ઉર્ફે ગોવર્ધન રામ મુન્નારામ કુલ્લારામને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપી રાજસ્થાનના રહેવાસી અને ગુન્હાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીઓના વિરુદ્ધમાં 10 જેટલા રાજ્યમાં સાઈબર ક્રાઈમના ગુન્હા નોંધાયેલા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દર 2 મહિને પોતાનું લોકેશન બદલાતા હતા. એક અઠવાડિયામાં આરોપી ભુજથી પોતાનું લોકેશન બદલી અન્ય રાજ્યમાં જવાની ફિરાકમાં હતા. આ દરમિયાન બંને આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. આરોપી પાસેથી અલગ અલગ બેન્કના 42 ડેબિટ કાર્ડ, 26 પાસબુક, 47 ચેકબુક, 8 મોબાઈલ, 16 આધારકાર્ડ, 13 પાનકાર્ડ, 1 લેપટોપ, 1 પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. 17 બેન્કમાં 55 જેટલા ખાતા ખોલાવ્યા પોલીસે આરોપીના બેન્ક એકાઉન્ટના આધારે નેશનલ સાઈબર ક્રાઈમ રિપોટિંગ પોર્ટલ પર ચેક કરતા આરોપી વિરુદ્ધમાં 10 રાજ્યમાં 11 જેટલા સાઈબર ક્રાઈમના ગુન્હા નોંધાયેલા છે. 4 બેન્ક એકાઉન્ટમાં કુલ 21,81,495 જેટલી સાયબર ફ્રોડની રકમ આરોપીના ખાતામાં જમા થઈ છે. આરોપીએ ખોટા દસ્તાવેજ બેન્કમાં જમા કરાવી 17 બેન્કમાં 55 જેટલા ખાતા ખોલાવ્યા છે. તમામ બેન્ક એકાઉન્ટને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં બેન્ક કર્મચારી અને મેનેજરની પણ તપાસ કરવામાં આવશે. 10 જેટલા રાજ્યમાં સાઈબર ક્રાઈમના ગુન્હાને અંજામ આપ્યો આરોપીએ ખોટા દસ્તાવેજ ઉભા કરીને અલગ અલગ બેન્કમાં ખાતા ખોલાવી 10 જેટલા રાજ્યમાં સાઈબર ક્રાઈમના ગુન્હાને અંજામ આપ્યો હતો. સાઈબર ફ્રોડ કરી બેન્કમાં નાણાં મગાવતા બાદમાં ચેકથી રૂપિયા ઉપાડી આંગડિયા મારફતે રાજસ્થાન રૂપિયા મોકલતા હતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે. હાલ બંને આરોપી વિરુદ્ધમાં ભુજ બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 319(2), 336(3), 340(2), 61(2) તથા ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 66(ડી) મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ બંને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશમાં સતત ઓનલાઈન સાઈબર ક્રાઈમની ઘટના સતત વધી રહી છે. ત્યારે અલગ અલગ 10 રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડી આચરતા બે સાયબર માફિયાઓને પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. બાતમીના આધારે પોલીસે બંને આરોપીને ભુજમાંથી દબોચી લીધા છે. આરોપી પાસેથી અલગ અલગ બેન્કના ડેબિટ કાર્ડ, પાસબુક, ચેકબુક, લેપટોપ, મોબાઈલ, આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે.
રૂપિયા પડાવતા 2 શખ્સોને ભુજમાંથી ઝડપી પાડવામાં આવ્યા
સાયબર ક્રાઈમના ગુન્હાને અંજામ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતા બે શખ્સોને ભુજમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસેના બાતમી આધારે ભુજના ભાનુશાલીનગરમાં આવેલા હરિરત્ન બિલ્ડિંગના ફ્લેટ નંબર 203માંથી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપી ઓનલાઈન શોપિંગ, નોકરી, કેવાયસી અપડેટ, લોન તેમજ ડિજિટલ અરેસ્ટ કરીને લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. આરોપીએ આધાર કાર્ડ, પાન કાર્ડના ખોટા દસ્તાવેજ ઉભા કરી અલગ અલગ બેન્કમાં ખાતા ખોલાવ્યા હતા. બેન્કના ખાતાનો ઉપયોગ આરોપી અલગ અલગ રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરવા માટે કરતા હતા.
42 ડેબિટ કાર્ડ અને 47 ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત
પશ્ચિમ કચ્છ પોલીસે આરોપી શીશપાલ ઉર્ફે સુભાષ બાબુરામ ધનારામ અને ગોવિંદરામ ઉર્ફે ગોવર્ધન રામ મુન્નારામ કુલ્લારામને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપી રાજસ્થાનના રહેવાસી અને ગુન્હાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીઓના વિરુદ્ધમાં 10 જેટલા રાજ્યમાં સાઈબર ક્રાઈમના ગુન્હા નોંધાયેલા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દર 2 મહિને પોતાનું લોકેશન બદલાતા હતા. એક અઠવાડિયામાં આરોપી ભુજથી પોતાનું લોકેશન બદલી અન્ય રાજ્યમાં જવાની ફિરાકમાં હતા. આ દરમિયાન બંને આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. આરોપી પાસેથી અલગ અલગ બેન્કના 42 ડેબિટ કાર્ડ, 26 પાસબુક, 47 ચેકબુક, 8 મોબાઈલ, 16 આધારકાર્ડ, 13 પાનકાર્ડ, 1 લેપટોપ, 1 પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
17 બેન્કમાં 55 જેટલા ખાતા ખોલાવ્યા
પોલીસે આરોપીના બેન્ક એકાઉન્ટના આધારે નેશનલ સાઈબર ક્રાઈમ રિપોટિંગ પોર્ટલ પર ચેક કરતા આરોપી વિરુદ્ધમાં 10 રાજ્યમાં 11 જેટલા સાઈબર ક્રાઈમના ગુન્હા નોંધાયેલા છે. 4 બેન્ક એકાઉન્ટમાં કુલ 21,81,495 જેટલી સાયબર ફ્રોડની રકમ આરોપીના ખાતામાં જમા થઈ છે. આરોપીએ ખોટા દસ્તાવેજ બેન્કમાં જમા કરાવી 17 બેન્કમાં 55 જેટલા ખાતા ખોલાવ્યા છે. તમામ બેન્ક એકાઉન્ટને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં બેન્ક કર્મચારી અને મેનેજરની પણ તપાસ કરવામાં આવશે.
10 જેટલા રાજ્યમાં સાઈબર ક્રાઈમના ગુન્હાને અંજામ આપ્યો
આરોપીએ ખોટા દસ્તાવેજ ઉભા કરીને અલગ અલગ બેન્કમાં ખાતા ખોલાવી 10 જેટલા રાજ્યમાં સાઈબર ક્રાઈમના ગુન્હાને અંજામ આપ્યો હતો. સાઈબર ફ્રોડ કરી બેન્કમાં નાણાં મગાવતા બાદમાં ચેકથી રૂપિયા ઉપાડી આંગડિયા મારફતે રાજસ્થાન રૂપિયા મોકલતા હતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે. હાલ બંને આરોપી વિરુદ્ધમાં ભુજ બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 319(2), 336(3), 340(2), 61(2) તથા ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 66(ડી) મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ બંને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.