CNG Price Hike: ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં કર્યો તગડો વધારો
સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. CNG ગેસમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ 77.76 રુપિયા ચૂકવવો પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ પડશે.કયા રાજ્યમાં CNGનો કેટલો ભાવ? તમને જણાવી દઈએ કે ગુજરાત ગેસેને CNGના ભાવમાં કરેલો વધારો આજે 1 ડિસેમ્બરથી સમગ્ર જગ્યા પર લાગુ પડી જશે. ત્યારે નવા ભાવ મુજબ હવેથી ગુજરાતમાં 1 કિલો CNGના 77.76 રૂપિયા ચૂકવવા પડશે તો દાદરાનગર હવેલીમાં 78.66 રૂપિયા 1 કિલો CNGના ચૂકવવા પડશે. આ સિવાય પાલઘર અને થાણેમાં 78.50 રૂપિયા CNGનો ભાવ વાહન ચાલકે આપવો પડશે. ત્યારે રાજસ્થાનમાં 1 કિલોનો CNGનો ભાવ 82.31 રૂપિયા ચૂકવવો પડશે તો હરિયાણામાં CNGનો ભાવ 86.55 રૂપિયા વધીને થયો છે. જ્યારે મધ્યપ્રદેશમાં 1 કિલો CNGનો ભાવ સૌથી વધુ રૂપિયા 93.01 વધીને થયો છે. અગાઉ 4 જુલાઈએ 1 રૂપિયાનો વધારો કંપનીએ કર્યો હતો તમને જણાવી દઈએ કે અગાઉ ગુજરાત ગેસ કંપનીએ 4 જુલાઈએ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કર્યો હતો. જેને પગલે CNGથી ચાલતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે ફરી 5 મહિના રહીને 1.50 રૂપિયા પ્રતિ કિલોએ CNGમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ પહેલા 1 વર્ષ અગાઉ ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. સામાન્ય લોકો પર મોંઘવારીનો માર ઉલ્લેખનીય છે કે રાજ્ય સહિત દેશભરમાં સીએનજીથી ચાલતા વાહનોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે અને ઓટો રિક્ષા પણ મોટા પ્રમાણમાં સીએનજીથી ચાલે છે. ત્યારે સીએનજીથી ચાલતા ટ્રાન્સપોર્ટેશન વાહનોની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે અને સામે સીએનજીના ભાવમાં પણ ધીરેધીરે મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે અને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. CNG ગેસમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ 77.76 રુપિયા ચૂકવવો પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ પડશે.
કયા રાજ્યમાં CNGનો કેટલો ભાવ?
તમને જણાવી દઈએ કે ગુજરાત ગેસેને CNGના ભાવમાં કરેલો વધારો આજે 1 ડિસેમ્બરથી સમગ્ર જગ્યા પર લાગુ પડી જશે. ત્યારે નવા ભાવ મુજબ હવેથી ગુજરાતમાં 1 કિલો CNGના 77.76 રૂપિયા ચૂકવવા પડશે તો દાદરાનગર હવેલીમાં 78.66 રૂપિયા 1 કિલો CNGના ચૂકવવા પડશે. આ સિવાય પાલઘર અને થાણેમાં 78.50 રૂપિયા CNGનો ભાવ વાહન ચાલકે આપવો પડશે. ત્યારે રાજસ્થાનમાં 1 કિલોનો CNGનો ભાવ 82.31 રૂપિયા ચૂકવવો પડશે તો હરિયાણામાં CNGનો ભાવ 86.55 રૂપિયા વધીને થયો છે. જ્યારે મધ્યપ્રદેશમાં 1 કિલો CNGનો ભાવ સૌથી વધુ રૂપિયા 93.01 વધીને થયો છે.
અગાઉ 4 જુલાઈએ 1 રૂપિયાનો વધારો કંપનીએ કર્યો હતો
તમને જણાવી દઈએ કે અગાઉ ગુજરાત ગેસ કંપનીએ 4 જુલાઈએ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કર્યો હતો. જેને પગલે CNGથી ચાલતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે ફરી 5 મહિના રહીને 1.50 રૂપિયા પ્રતિ કિલોએ CNGમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ પહેલા 1 વર્ષ અગાઉ ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો.
સામાન્ય લોકો પર મોંઘવારીનો માર
ઉલ્લેખનીય છે કે રાજ્ય સહિત દેશભરમાં સીએનજીથી ચાલતા વાહનોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે અને ઓટો રિક્ષા પણ મોટા પ્રમાણમાં સીએનજીથી ચાલે છે. ત્યારે સીએનજીથી ચાલતા ટ્રાન્સપોર્ટેશન વાહનોની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે અને સામે સીએનજીના ભાવમાં પણ ધીરેધીરે મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે અને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવે છે.