CM Bhupendra Patel US Visit Day 3: CMએ માઇક્રોન અને ગુગલની મુલાકાત લીધી, પર્પ્લેક્સિટી AI ના CEO તથા TiE ના સભ્યો સાથે યોજાઈ મહત્વપૂર્ણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ના રોડ-શો અને મૂડીરોકાણ આકર્ષવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે ગયેલા ગુજરાત પ્રતિનિધિ મંડળના પ્રવાસનો ત્રીજો દિવસ અત્યંત ફળદાયી રહ્યો હતો. ત્રીજા દિવસે મુખ્યમંત્રી અને ઉચ્ચ સ્તરીય ડેલીગેશને વૈશ્વિક આઇટી અને સેમિકન્ડક્ટર જાયન્ટ્સ માઇક્રોન અને ગુગલની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સિલિકોન વેલીમાં પર્પ્લેક્સિટી AI ના સીઈઓ અને ધ ઇન્ડસ એન્ટરપ્રેન્યોર્સના સભ્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી.
માઇક્રોનના સાણંદ યુનિટ માટે ઝડપી મંજૂરી બદલ સંજય મહેરોત્રાએ આભાર માન્યો
માઇક્રોનના ચેરમેન સંજય મહેરોત્રા સાથેની બેઠક દરમિયાન તેમણે સાણંદ ફેસિલિટી માટે વધારાની 20 એકર જમીન માત્ર 1 જ દિવસમાં મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સ્વીકાર્યું કે, સરકારના આ પ્રો-એક્ટિવ અભિગમને કારણે સાણંદ યુનિટનું કોમર્શિયલ ઉત્પાદન ઝડપથી શરૂ થઈ શકશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફેબ્રુઆરી 2026માં સાણંદ ખાતે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેની યાદ તાજી કરી ઉમેર્યું હતું કે, સાણંદ અને ધોલેરા હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યા છે.
શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે AI ના ઉપયોગ માટે ગુગલ ઉત્સુક
ગુજરાત ડેલિગેશને ગુગલ હેડક્વાર્ટરની મુલાકાત લઈને ત્યાં ચાલતી ટેકનોલોજીકલ પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી. આ દરમિયાન ગુગલના વાઇસ પ્રેસિડેન્ટ ચંદુ થોટાએ ગુજરાત સાથે ભાગીદારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુગલ ખાસ કરીને યુવા કૌશલ્ય વિકાસ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે AI ટ્રેનિંગ, કૃષિ ક્ષેત્રે પાક પેટર્ન, જમીન અને ક્લાઇમેટ એનાલિટિક્સમાં AI ના ઉપયોગ માટે કામ કરશે. આ સાથે ડેટા સિક્યુરિટી માટે 'ગુગલ વર્કપ્લેસ સોવેરેન AI' ના ઉપયોગ અંગે પણ વિગતવાર વિચાર-વિમર્શ થયો હતો.
પર્પ્લેક્સિટી AI સાથે ડેટા સેન્ટર અને R&D અંગે વન-ટુ-વન બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણીતી એઆઈ કંપની પર્પ્લેક્સિટીના સીઈઓ અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં એન્જિનિયરિંગ તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે પર્પ્લેક્સિટીનું સેન્ટર સ્થાપવાની શક્યતાઓ ચર્ચાઈ હતી. અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટઅપ કરવા અથવા ડેવલપર અને પર્પ્લેક્સિટી વચ્ચે હાઇબ્રિડ મોડેલ ઊભું કરવાની દિશામાં ઊંડો રસ દાખવ્યો હતો.
TiE ના સભ્યો આરોગ્ય અને AI સ્કિલિંગમાં સહયોગ કરશે
વર્ષ 1992 માં સિલિકોન વેલીમાં સ્થાપિત થનાર ભારતીય સાહસિકોના સંગઠન ધ ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ (TiE) ના સભ્યો સાથે પણ મુલાકાત યોજાઈ હતી. TiE ના સભ્યોએ ગુજરાતમાં હેલ્થકેર સેક્ટર, હેલ્થ વર્કર્સની તાલીમ અને વિવિધ AI ટૂલ્સ દ્વારા યુવા કૌશલ્ય વર્ધન માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી. આ તમામ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad Metro Phase 3: ધોલેરા એરપોર્ટ અને કોમનવેલ્થ ગેમ્સ સ્થળ સુધી પહોંચશે મેટ્રો, જાણો સ્ટેશન અને રૂટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

