CM ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય, ગ્રેજ્યુઈટીની મર્યાદામાં કર્યો વધારો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.કર્મચારી અને અધિકારીઓને હવે રૂપિયા 20 લાખને બદલે હવે રૂપિયા 25 લાખ મળશે તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને લાભ મળશે આ કર્મચારીના હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ નિર્ણયનો લાભ આગામી 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતાં કર્મચારી અને અધિકારીઓને મળશે. રાજ્ય સરકારને 50 કરોડથી વધારેનું ભારણ વધશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જાહેર કરશે. રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂપિયા 53.15 કરોડનું ભારણ આવશે.થોડા દિવસ પહેલા સંપાદન થયેલી જમીનને લઈ ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો થોડા દિવસ અગાઉ જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જે ખેડૂતોની જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો હતો. આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગતમાં રજૂ થતાં આવા જનહિતકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર તેઓ લાંબા ગાળાના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોને પણ પ્રો-એક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે.

CM ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય, ગ્રેજ્યુઈટીની મર્યાદામાં કર્યો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

કર્મચારી અને અધિકારીઓને હવે રૂપિયા 20 લાખને બદલે હવે રૂપિયા 25 લાખ મળશે

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને લાભ મળશે

આ કર્મચારીના હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ નિર્ણયનો લાભ આગામી 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતાં કર્મચારી અને અધિકારીઓને મળશે.

રાજ્ય સરકારને 50 કરોડથી વધારેનું ભારણ વધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જાહેર કરશે. રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂપિયા 53.15 કરોડનું ભારણ આવશે.

થોડા દિવસ પહેલા સંપાદન થયેલી જમીનને લઈ ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો

થોડા દિવસ અગાઉ જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જે ખેડૂતોની જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો હતો. આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગતમાં રજૂ થતાં આવા જનહિતકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર તેઓ લાંબા ગાળાના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોને પણ પ્રો-એક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે.