ChhotaUdepur News: ઓરસંગ નદીના બ્રિજ પર ગાબડું, કલેક્ટરની મુલાકાત બાદ બે દિવસ માટે વાહન વ્યવહાર બંધ

Jul 4, 2026 - 20:30
ChhotaUdepur News: ઓરસંગ નદીના બ્રિજ પર ગાબડું, કલેક્ટરની મુલાકાત બાદ બે દિવસ માટે વાહન વ્યવહાર બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદીના બ્રિજ પર એક ગંભીર ઘટના સામે આવી છે. ઓરસંગ નદીના બ્રિજના છેવાડાના ભાગે અચાનક મોટું ગાબડું પડતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ જિલ્લા કલેક્ટર તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

સ્થળ નિરીક્ષણ અને તાત્કાલિક પગલાં

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે સ્થળ પર જ અધિકારીઓને તાત્કાલિક ગાબડું પૂરવા અને મરમ્મતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવા માટે સ્પષ્ટ આદેશ આપ્યા છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.

Chhota Udepur News: Orsang Bridge Damaged, Traffic Closed for Repairs

વાહન વ્યવહાર પર પ્રતિબંધ

બોડેલી પ્રાંત અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મુસાફરો અને વાહનચાલકોની સુરક્ષા માટે હાલ પૂરતો આ રૂટ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. મરમ્મતની કામગીરી પૂર્ણ થયા બાદ, અંદાજે બે દિવસ પછી આ માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. હાલ તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Chhotaudepur: નસવાડીની B.ed. કૉલેજના વિદ્યાર્થી ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની મુલાકાતે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0