Chhotaudepur: નસવાડીમાં મળસ્કે 4 વાગ્યાથી સતત ચાર કલાક વરસાદ પડયો

Jun 20, 2026 - 06:30
Chhotaudepur: નસવાડીમાં મળસ્કે 4 વાગ્યાથી સતત ચાર કલાક વરસાદ પડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન થઈ રહ્યા હતા. જોકે શુક્રવારના રોજ મેઘરાજાએ મહેર વરસાવતા અંદાજે મળસ્કે 4થી 8 વાગ્યા સુધી સતત વરસાદ વરસ્યો હતો. ચાર કલાક સુધી પડેલા આ વરસાદથી સમગ્ર નસવાડી ગામ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી.

ધીમીથી મધ્યમ ગતિએ વરસાદ શરૂ થયો હતો. વરસાદ દરમિયાન વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા પણ સર્જાઈ હતી. છતાં વરસાદના આગમનથી લોકો સહિત ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. કારણ કે ખેતી માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે. જેના કારણે વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે. ખેતરોમાં જરૂરી ભેજ મળતાં પાકના વિકાસને પ્રોત્સાહન મળશે. પાણીના સ્ત્રોતોમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. વરસાદને કારણે ધૂળ અને પ્રદૂષણમાં ઘટાડો થયો હતો. જ્યારે વૃક્ષો અને વનસ્પતિમાં નવી તાજગી જોવા મળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0